________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જેમ માટી સાધન છે અને ઘડો સાધ્ય છે. છતાં જ્યાં સુધી ઘડો પરિપૂર્ણરૂપે તૈયાર ન થાય ત્યાં સુધી જ તે બનેમાં સાધન અને સાધસ્વરૂપ ભિન્નતા છે. ઘડે પરિપૂર્ણરૂપે તૈયાર થઈ ગયા બાદ પછી તેને ઘડો જ કહેવાતે હાઈ માટી જ ઘડો બની જાય છે.
કાર્યની સિદ્ધિમાં કારણની આવશ્યક્તા રહે જ છે. કેઈ પણ કાર્યની ઉત્પતિ સાથે કારણને સંબંધ તે કાર્યકારણ સબંધ કહેવાય છે. એક મહાત્માએ શ્રી રૂષભદેવ ભગવાનની સ્તવના કરતાં કહ્યું છે કે –
“કારણ જેને કારજ નીપજે છે,
ખીમાવિજય જિનાગમ રીતરે” વળી અધ્યાત્મયોગી શ્રી આનંદઘજીમહારાજે પણ સંભવનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે – કારણ જેગે કારજ નીપજે રે, એમાં કેઈ ન વાદ; પણ કારણ વિણુકારજ સાધિયેરે,
એ નિજ મત ઉમાદ. છે કાર્યસિદ્ધિમાં આવાં કારણે બે પ્રકારે હોઈ શકે છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ.
વિવિધ પરિણામધારા દ્વારા અને અભેદ કાર્યરૂપે જ પરિણામ પામી જનારા કારણને ઉપાદાન કારણ કહેવાય છે. - ઉપાદાનકરણને કાર્યરૂપે પરિણમવામાં જે વ્યાપકરૂપે આવશ્યક સાધનપણે હોય છે, તે નિમિત્તકારણ છે. કાર્યની