SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જેમ માટી સાધન છે અને ઘડો સાધ્ય છે. છતાં જ્યાં સુધી ઘડો પરિપૂર્ણરૂપે તૈયાર ન થાય ત્યાં સુધી જ તે બનેમાં સાધન અને સાધસ્વરૂપ ભિન્નતા છે. ઘડે પરિપૂર્ણરૂપે તૈયાર થઈ ગયા બાદ પછી તેને ઘડો જ કહેવાતે હાઈ માટી જ ઘડો બની જાય છે. કાર્યની સિદ્ધિમાં કારણની આવશ્યક્તા રહે જ છે. કેઈ પણ કાર્યની ઉત્પતિ સાથે કારણને સંબંધ તે કાર્યકારણ સબંધ કહેવાય છે. એક મહાત્માએ શ્રી રૂષભદેવ ભગવાનની સ્તવના કરતાં કહ્યું છે કે – “કારણ જેને કારજ નીપજે છે, ખીમાવિજય જિનાગમ રીતરે” વળી અધ્યાત્મયોગી શ્રી આનંદઘજીમહારાજે પણ સંભવનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે – કારણ જેગે કારજ નીપજે રે, એમાં કેઈ ન વાદ; પણ કારણ વિણુકારજ સાધિયેરે, એ નિજ મત ઉમાદ. છે કાર્યસિદ્ધિમાં આવાં કારણે બે પ્રકારે હોઈ શકે છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ. વિવિધ પરિણામધારા દ્વારા અને અભેદ કાર્યરૂપે જ પરિણામ પામી જનારા કારણને ઉપાદાન કારણ કહેવાય છે. - ઉપાદાનકરણને કાર્યરૂપે પરિણમવામાં જે વ્યાપકરૂપે આવશ્યક સાધનપણે હોય છે, તે નિમિત્તકારણ છે. કાર્યની
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy