________________
૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ પરિણામ સ્વરૂપ સ્થિતિઓમાં અર્થાત્ કાર્યસિદ્ધિની કમિક ગતિઓમાં આગલી સ્થિતિ તે પાછલી સ્થિતિનું કારણ (ઉપાદાન) છે. અને પાછલી સ્થિતિ તે આગલી સ્થિતિનું કાર્ય છે. આ કાર્ય કારણ પરંપરાની સાંકળ ઉપરથી, વિકાસ, કમિક હોવાનું સમજી શકાય છે. આ કમિક વિકાસ દ્વારા જ અને કાર્યસિદ્ધિની પૂર્ણતા થતી હોવાના કારણે તે પ્રત્યેક વિકાસકમને અસાધારણ કારણ તરીકે ઓળખાવી શકાય. આ અસાધારણ કારણ તે ઉપાદાન કારણનું જ એક અંગ છે.
કોઈપણ કાર્યની નિષ્પત્તિમાં (૧) કર્તા (૨) ઉપાદાન કારણ અને (૩) નિમિત્ત કારણ, એ ત્રિપુટી મુખ્ય અને પ્રધાનપણે આવશ્યક છે. ઉપાદાન કારણની માફક દરેક કાર્યસિદ્ધિમાં નિમિત્તકારણને યોગ, અવશ્ય અપેક્ષિત હોય છે. તે કાર્યથી ભિન્ન હોવા છતાં કર્તાના વ્યાપારે કાર્યને નિપજાવવામાં સહકારી થાય છે.
કાર્યસિદ્ધિ માટે કાર્ય અને તેના ઉપાયનું સમ્યજ્ઞાન જોઈએ, તેમ જ તે ઉપાયને પ્રયોગ પણ યથાર્થ રૂપે કરતાં આવડવો જોઈએ. ન્યાય શાસ્ત્રને નિયમ છે કે જ્ઞાનાતિ રૂછતિ તતો ચરતે અર્થાત્ માણસ પ્રથમ જાણે છે, પછી ઈચ્છે છે, અને પછી તે માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે જાણપણું, રૂચિ અને પ્રવૃત્તિ એ ત્રણેના અનુક્રમ દ્વારા, કાર્યસિદ્ધિ માટે યથાર્થરૂપે કરાતા પ્રયોગમાં, કાર્યને બરાબર ખ્યાલ પણ રહેવો જોઈએ. નહિતર એકને બદલે બીજું બની જવાને સંભવ રહે.