________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સૂક્ષ્મવિષયે તે ઈન્દ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નહિં હોવાથી તેવા વિષય અંગે, અસર્વજ્ઞ યા છદ્મસ્થજીની પ્રરૂપણામાં ન્યૂનતા અગર વિપરીતતા આવી જવા સંભવ છે. અને તેથી જ આસ્તિક ગણતાં ભારતીય વિવિધ દેશમાં કેટલીક બાબતો અને ધ્યેય, સમાન માન્યતાવાળાં હોવા છતાં સાથે સાથે અન્ય બાબતે અરસ્પર ભિન્ન માન્યતાવાળી પણ જોવાય છે. આ રીતે આત્માભિમુખ બનેલ જેમાં, પદાર્થ સ્વરૂપને યથાર્થરૂપથી નિશ્ચય કરવાની રૂચિ હોવા છતાં, યથાર્થતાને બદલે વિપરીત વિચારધારાવાળા દાર્શનિક ક્ષેત્રમાં અટવાઈ જવાય છે તેવી રૂચિને પણ વિપરીત રૂચિ કહેવાય છે. આવી વિપરીતરૂચિ તે મિથ્યાત્વ છે. અહીં સમ્યકત્વ અને મિથ્યાત્વ તે અધ્યાત્મ માર્ગમાં પ્રરૂપિત સૂક્ષ્મવિષયે પ્રત્યે અનુક્રમે શ્રદ્ધા અને અશ્રદ્ધારૂપ જ છે.
સૂક્ષ્મવિષયને તે વીતરાગ-સર્વજ્ઞપુરૂના વચનામૃતથી સમૃદ્ધ એવા શાર દ્વારા જ જાણુ–સહી શકાય છે. એટલે તેવાં શા પ્રત્યે શ્રદ્ધા અને તે પ્રમાણે વર્તતી તત્વરૂચિમાં જ સમ્યગદર્શન છે. શ્રદ્ધા એટલે સુદ્રઢતા, પરિપૂર્ણ નિશ્ચલતા “તમે સર્વ નિરસ = નિહિં ફર્થ ” “તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનેએ-વીતરાગેએ -સર્વજ્ઞોએ કહ્યું છે.” ઈત્યાદિ ભાવના–શ્રદ્ધા જ ધર્મજીવનને પાયે છે. આધ્યાત્મિક વિષયમાં એવી શ્રદ્ધારહિત જ્ઞાન, ગમે તેટલું ઉચ્ચકોટિનું હોવા છતાં અજ્ઞાન જ છે. અહીં માત્ર જ્ઞાનની નહિ, પરંતુ જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેયની આત્મીયદ્રષ્ટિથી સફલતા તે સમ્યકત્વના આધારે જ છે.