________________
સમ્યગ્દર્શન કરતાં પણ આ સમ્યકત્વરૂપી ધન તે અધિક ગુણવાળું – ફાયદાવાળું જાણવું.
સમ્યગ્દર્શનની સર્વોપરિ પ્રધાનતા દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે –
दसण भट्ठो भट्ठो, दसण भटूठस्सणत्थि णिव्वाणं । सिझंति चरणरहिआ, दंसणरहिआ ण सिझंति ॥
અર્થ–સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ વ્યક્તિ જ વાસ્તવમાં ભ્રષ્ટ છે. કેમ કે દર્શન ભ્રષ્ટને મોક્ષ નથી. ચારિત્ર ભ્રષ્ટ તે કદાચિત સિદ્ધ થઈ પણ જાય છે, પરંતુ દનહીન (સમ્યકત્વહીન) કયારેય પણ સિદ્ધ હોઈ શકે નહિં.