________________
૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
રીતે કહે. જેથી તે જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તે ભવ્ય કે અભવ્યને સરખું થવા છતાં, માન્યતા. સરખી હાતી નથી. જેમ ભણાવનાર પિતા તત્ત્વાર્થાદિ ગ્રન્થા ભણાવે ખરા, પણ માને નહિ'.
જ્ઞાન.
જે જ્ઞાન સદ્-અસના વિવેકને જણાવી ન શકે તે જ નથી. પણ અજ્ઞાન જ છે. અને તેથી જ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન. તે અજ્ઞાન જ છે. મિથ્યાદ્રષ્ટિ અને સભ્યદ્રષ્ટિ એ અને ઘટ પટ આદિ, અગર આત્મા, ક આદિ પદાર્થોને સરખી રીતે જાણતા હાવા છતાં પણ સમ્યદ્રષ્ટિ તે હેયાપાદેય (ત્યાજ્ય અને ગ્રાહ્ય)ના આધ્યાત્મિકદ્રષ્ટિએ વિશેષ વિવેક કરે. મિથ્યા દ્રષ્ટિમાં તેવા વિવેક ન હેાય. માટે જ સમ્યગ્દર્શોન (સમ્ય કત્વ)ની પ્રાપ્તિ પહેલાં જીવમાં જે મતિઆદિ અજ્ઞાનરૂપે હાય છે, તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અથવા મિથ્યાદ્રષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપમાં પરિણત થઈ જાય છે. અને પછી. તેને મતિઆઢિ જ્ઞાન કહેવાય છે. જીવને નવપૂર્વ સુધીનુ જ્ઞાન હોય, પરન્તુ સમ્યકત્વરહિત હાય તે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ કહેવાય છે. અને ફક્ત અષ્ટપ્રવચનમાતા. જેટલું જ્ઞાન પણ જો સમ્યકત્વપૂર્ણાંક હોય તે તેટલું જ્ઞાન પણ જ્ઞાન કહેવાય છે. કહેવાના તાપ એ છે કે જ્ઞાનરૂપી. દસ્તાવેજ ઉપર સમ્યકત્વરૂપી છાપ લાગે તે જ તેને જ્ઞાન. ગણી શકાય છે. સમ્યગ્દર્શન (સમ્યકત્વ)નું લક્ષણ બતાવતાં વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય પહેલાના સૂત્ર બીજામાં જણાવ્યું છે કે :
--