________________
પ૧
આત્મિક ગુણોની સમજ દીર્ઘ તપશ્ચર્યામાં માત્ર શારીરિક બળ જ કંઈ કામ કરતું નથી. દોઢ દોઢ મહિના સુધીમાં તે શરીર, કૃશ બની જતું હોવા છતાં, આત્મિક શક્તિની પ્રચુરતાએ તે તપસ્વીઓ બિલકુલ સમાધીપૂર્વક પોતાની જીંદગી ટકાવી શકે છે.
જૈન દર્શનના શાસ્ત્રોમાં વીર્ય (આત્મિક શક્તિ)ને બે પ્રકારનું જણાવ્યું છે. (૧) અભિસંધિજ વીર્ય અને (૨) અનભિસંધિજ વીર્ય.
આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર તે હાથ વડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ બળની જે આવશ્યકતા રહે છે, એવી એચ્છિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત વિર્ય
અભિસંધિજ વીર્ય' કહેવાય છે.
શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ, શરીરમાંથી વિસર્જિત થાય છે. નિંદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તવીર્યને “ અનભિસંધિજ વીર્ય” કહેવાય છે.
આ બે પ્રકારના વીર્યપૈકી પહેલા અભિસંધિજ વીર્યની સમજ તે આપણે સમજી શકીએ છીએ. બીજા પ્રકારના અનભિસંધિજ વિર્યની સમજ આપણે કદાચ ન સમજી શકીએ તે પણ અનુમાનથી તે તેની સાબિતી થઈ શકે છે.