________________
પ૦
આત્મવિજ્ઞાન ભાગ ૨
સાધન ગમે તેટલું મજબુત હોય, પરંતુ તે મજબુત એવા સાધનના ઉપગ વડે કરાતી કાર્યસિદ્ધિને આધાર તે સાધનના પ્રવર્તક ઉપર જ છે. શાસ્ત્ર ગમે તેવું પાણીદાર હોય પરંતુ તે વડે વસ્તુ ઉપર કરાતા ઘાની અસરમાં વર્તતી ન્યૂનાધિતાને આધાર તે ઘા કરનાર વ્યક્તિના બળ ઉપર જ નિર્ધારિત છે. ઘા કરનાર વ્યક્તિ નબળો હોય તે તેના વડે કરાતો શસ્ત્રને ઘા, વસ્તુના છે નભેદનમાં ધાર્યું કામ આપી શકતા નથી. તેવી રીતે આત્મિકબળ નબળું હોય તે કેવળ શારીરિક બળના આધારે જ ઇચ્છિત કાર્યસિદ્ધિ થઈ શકતી નથી.
કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ વધુ દેખાવા છતાં આત્મિક બળ અલ્પ પ્રમાણમાં અનુભવાય છે. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં, આત્મિક શૌર્ય વિશેષપણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ ઉપર જ છે. કેટલાંક દુબળાં પ્રાણિ જે નિર્બલ દેખાય છે. તે ક્યારેક
ક્યારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. અને મોટા શરીરવાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એ જ આત્મિક બળના આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢપણ હેય છે. કેમ કે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હેતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પક્ષમાં આત્મિકબળ–વીર્ય જ કામ કરે છે.
વર્તમાનકાળે પણ જૈન ધર્મના અનુયાયીઓમાં થતી દેઢ દોઢ માસ ઉપરાંતની ઘોર તપશ્ચર્યાઓમાં અને અન્યપણ