________________
૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ પુરૂએ સ્વીકાર કરો જ જોઈએ. તે અન્તિમ ઉત્કર્ષતાવાળું આત્મિકવીર્ય, ક્ષાયિક ભાવનું વીર્ય કહેવાય છે. અને અન્તિમ ઉત્કર્ષ તારૂપ અનન્તવીર્યની પ્રકટતા પહેલાં ન્યૂનાવિકપણે વર્તતું સર્વ પ્રકારનું વીર્ય તે લાપશમિક વીર્ય કહેવાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ આત્માના ચારે ગુણની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા તેટલા તેટલા અંશે વર્તતી આત્મદશાને વિભાવદશા કહેવાય છે. જગતના પ્રાણિને સુખ દુઃખનું જો કંઈપણ કારણ હોય તે વિભાવદશા કહેવાય છે. ઉપરોક્ત ચારે ગુણોની પૂર્ણ પ્રગટતાવાળી દશાને સ્વભાવદશા કહેવાય છે. આત્માની સ્વભાવ દશા અને વિભાવદશાને સમજી નહિં શકનાર પ્રાણિને સુખ-દુઃખની પ્રાપ્તિને, તેના સ્વરૂપને, અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ તે વધુને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે. વિભાવદશા તે કર્મથી સંબંધિત છે. અને સ્વભાવદશા તે કર્મસંબંધથી સર્વથા મુક્ત છે.
આત્મા, સ્વભાવદશા અને વિભાવદશાને સમજે, વિભાવદશાના દુઃખને અને સ્વભાવ દશાના સુખને ખ્યાલ કરે, સ્વભાવદશાની પૂર્ણતામાં કેટલી ન્યૂનતા છે, તે વિચારે, તે ન્યૂનતાનું કારણ સમજી પૂર્ણતાને રોકનાર તત્વને હટાવવાને પ્રયત્ન કરે, અને સ્વભાવ દશાની પૂર્ણતાને પ્રાપ્ત, પરમાત્માને દ્રષ્ટિ સન્મુખ રાખે, તે જ આત્મા, વિભાવદશાના બંધનમાંથી મુક્ત બની, આત્માના અનંત ચતુષ્ટગુણોને પ્રગટ કરી શાશ્વત સુખને ભોક્તા બની શકે છે.