________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
પદાર્થ,
ઉપર કહ્યા મુજખ શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ અને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે. અનાવશ્યક શરીરમાંથી વિસર્જિત થાય છે ભેજનના કળીઓ ઉરમાં પ્રવેશ્યા બાદ તે જ કોળીયાનુ રસ-રૂધિર-માંસ-મેદ્ર અસ્થિમજ્જા અને શારીરિકવી, એ સાત ધાતુ રૂપે વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રાજરાજની અનુભવની વાત છે. આ રીતે થતા પરિણમનના આધાર શુ? શારીરિકબળ છે? શરીરમાંથી આત્મા ચાલ્યા ગયા બાદ તે શરીરમાં આહારની વિવિધ વાનગીઓ નાંખવાથી ઉપરોક્ત રીતે થતુ પરિણમન થશે ખરૂ ? જો તે વખતે ઉપરોક્ત રીતનુ પરિણમન • ન થતુ હોય તે, માનવું જ પડશે કે પરિણમન કરવાની શક્તિ ધરાવનાર વસ્તુના શરીરમાં અભાવ હાવાથી ગમે તેટલા આહારને શરીરમાં નાંખવા છતાં કે ઈંજેકશન દ્વારા શારીરિક શક્તિને પ્રગટ કરવામાં નિષ્ફળતા જ નીવડે છે. આવી નિષ્ફળતા જ પરાક્ષપણે વતા આત્મ વીના પુરાવા રૂપે છે. આત્મિક શક્તિના અભાવે શારીરિક શક્તિનું પ્રવર્તીન હાઈ શકતું જ નથી, એટલે દૈહિકપ્રવર્તનમાં પણ અભ્યંતર રીતે તે આત્મિકશક્તિ જ કામ કરી રહી છે.
પર
મન, વચન અને કાયા તેા જડ હોવાથી આત્માના વીર્ય વિના કોઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. અર્થાત્ વિચાર, વચન કે શારીરિક ક્રિયા થઈ શકતી નથી. કારણ કે વિચાર, વાણી અને શારીરિક ક્રિયારૂપ શક્તિ તે પુદ્ગલમાંથી બની રહેતી હાવાના કારણે તે તે પૌગલીકવીય (શક્તિ) કહેવાય છે. આ પૌદ્દગલીકવીયની પ્રકટતાના આધાર, આત્માના વીય ગુણના પ્રકટીકરણ ઉપર જ છે.