________________
ક–સમ્યગ્દર્શને મતિ, શ્રત આદિ પચે પ્રકારનાં જ્ઞાને તે ચેતના શક્તિની વિવિધ અવસ્થારૂપ છે, તે પિતાપિતાના વિષયને પ્રકાશિત કરવાનું કાર્ય કરતાં હોવાથી તે બધાને જ્ઞાન કહેવાય છે. પરંતુ એમાંથી પહેલાં ત્રણ (મતિ, શ્રત, અવધિ) તે જ્ઞાન અને અજ્ઞાન એમ બે જાતનાં હોવાથી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મૃતઅજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન), એમ કુલ્લ છ પ્રકારે છે.
અહિં કોઈને શંકા થવી સંભવિત છે કે મતિ આદિ ત્રણ જ્ઞાનની માફક મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) પણ પિતા પોતાના વિષયને બંધ કરાવતાં હોવા છતાં તેને અજ્ઞાન કેમ કહેવાય ? જ્ઞાન અને અજ્ઞાનતા. પરસ્પર વિરૂદ્ધ અર્થમાં વાચક હોવાથી પ્રકાશ અને અંધકાર શબ્દની માફક એક જ અર્થમાં લાગુ કેવી રીતે પાડી શકાય ?
આનું સમાધાન એ છે કે મતિઆદિ ત્રણે ચેતન પર્યાયે તે લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન જ હોવા છતાં આધ્યાત્મિક શાસ્ત્રને સંકેત મુજબ સમ્યગ્ર દ્રષ્ટિને તે ત્રણે ચેતન પર્યાયે તે જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિના તે ત્રણે ચેતન પર્યાયે અજ્ઞાન છે.
વળી પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે પ્રમાણિક વ્યવહાર, ઇંદ્રિયાદિ સાધનની પૂર્ણતા અને નિર્દોષતા, તથા વિજ્ઞાન,