________________
૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જણાવનાર જ્ઞાનગુણને પ્રકર્ષ તે કેવળજ્ઞાન, અને અનંત
યના સામાન્ય ધર્મને જણાવનાર દર્શન ગુણને જે પ્રકર્ષ (પૂર્ણતા–અંતિમ અધિકતા) તે કેવળ દર્શન છે. જ્ઞાન અને દર્શન ગુણની આ રીતની પૂર્ણતા, તે, તે, ગુણના આચ્છાદક કર્મપડલ (કર્યાવરણ)ને સંપૂર્ણ નાશ થવાથી જ થતી હોવાના કારણે કેવળજ્ઞાનને ક્ષાયિક ભાવનું જ્ઞાન અને કેવળ દર્શનને ક્ષાયિક ભાવનું દર્શન કહેવાય છે. જ્યારે અન્ય જ્ઞાનેને ક્ષાપશમિક જ્ઞાન કહેવાય છે. અને અન્ય દર્શનેને ક્ષાપશમિક દર્શન કહેવાય છે.
હવે ચારિત્ર અને વિચારીએ તે વસ્તુ પ્રત્યે વર્તતી. રાગદ્વેષરહિત ચિત્તવૃત્તિને અર્થાત્ આત્માના સમતાભાવને ચારિત્ર કહેવાય છે. પિતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે. તથા પિતાથી ભિન્ન એવા અજીવદ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એ જ ચારિત્રની પરિણતિ છે. રાગ અને દ્વેષ એ પરભાવ મગ્નતા છે. અને ઉપશમભાવ–સમતાભાવ–સમાનભાવ તે સ્વધર્મ રમણતા છે. પરભાવ મગ્નતામાં વર્તાતા રાગ-દ્વેષ તે કષાય. સ્વરૂપ છે. આ કષાયના ત્યાગરૂપ ચારિત્રગુણની માત્રા પણ ઉપરોક્ત જ્ઞાનગુણની માફક સંસારી જીવમાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. કષાયની અધિકતામાં ચરિત્ર ગુણની ન્યૂનતા, અને કષાયોની ન્યૂનતાએ ચારિત્રની વિશેષતા વતે છે. આ રીતે ચારિત્રની વિશેષતાને પણ ક્યાંક અંત હવે જોઈએ, કે જેવિશેષતાથી વધીને તે વિશેષતાને સંભવ જ ન હોય