________________
આત્મિક ગુણોની સમજ અનુમાન પ્રમાણથી કેવળજ્ઞાન અને કેવીદશે. નની સિદ્ધિ –
વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા (૧) જડ અને (૨) ચેતન, એમ બે પ્રકારના પદાર્થો પૈકી સુખ-દુઃખ, શુભ-અશુભ-શુદ્ધ -અશુદ્ધ લાગણીઓ તથા પદાર્થસ્વરૂપને ખ્યાલ અર્થાત્ 3યપદાર્થનું જ્ઞાન, તે ચેતનશકિતધારક એવા જીવમાં જ હોઈ શકે છે. જડ પદાર્થોમાં ઉપરોકત લાગણીઓ અને યપદાર્થનું જ્ઞાન, હોઈ શકતું જ નથી. જડ પદાર્થો તે લાગણુ રહિત જ હોય છે. જ્યારે કોઈપણ જીવ, ચૈતન્ય (જ્ઞાન) રહિત તે હોઈ શકે જ નહિં.
આ ચૈતન્ય યા જ્ઞાનગુણનો વિકાસ દરેક જીવમાં, યા તે એકના એક જીવમાં એક સમયથી અન્ય સમયમાં, જૂનાધિક રીતે પણ જોવામાં આવે છે. બિસ્કુલ જ્ઞાનના અંશ રહિત તે કઈપણ જીવ, કયારેય હોઈ શકે જ નહિ. અને
એ રીતે હોય તે જીવ અને જડ (અજીવ)માં કંઈ પણ ભિન્નતા કહેવાય જ નહિં. બન્ને સરખાં જ ગણાય. પણ એવું બને જ નહિં.
જ્ઞાનગુણની ઉપરોક્ત ન્યૂનાધિકતા તથા વિકાસતાના હિસાબે તે જ્ઞાન ગુણની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણપણાનું પણ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિ-વૃદ્ધિ (વધઘટપણું) દેખાય તે તે વસ્તુમાં વસ્તુ વિકાસની પ્રકર્ષતા–સંપૂર્ણતા-અન્તિમ વિશેષતા પણ હેવી જ જોઈએ. માટે જ અનંતયને વિશેષ ધર્મને