________________
આમિક ગુણેની સમજ એટલે રાગદ્વેષના સંપૂર્ણ અભાવમાં જ અન્તિમ ઉત્કર્ષતા. સ્વરૂપ ચારિત્રને બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરવો જ જોઈએ. સંપૂર્ણ રાગષના અભાવે અન્તિમ ઉત્કર્ષતારૂપ ચારિત્રને ક્ષાયિક ભાવનું ચારિત્ર કહેવાય છે. કહ્યું છે કે –
द्रष्टो रागाद्य सदभाव : क्वचिदर्थे यथाऽऽत्मन : । तथा सर्वत्र कस्योपि, तदभावे नारित बाघकम् ॥
અર્થ—કોઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ જે દૂર થતે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય તે તેમાં કોઈપણ બાધક નથી.
- જ્યાં સુધી અન્તિમ ઉત્કર્ષતારૂપ ચારિત્રથી ન્યૂનતાવાળું વર્તતું ચારિત્ર, જીવમાં પ્રવર્તે છે, ત્યાં સુધી તે ચારિત્રને ક્ષાપશમિક ભાવનું ચારિત્ર કહેવાય છે.
આ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ઉપરાંત આત્માને ગુણ તે વીર્ય (આત્મિક શક્તિ સ્વરૂપ) સ્વરૂપે પણ છે. શક્તિ યા વીર્યની બાબતમાં આપણી સમજ કેવળ શારીરિક શક્તિ પૂરતી જ મર્યાદિત છે. પણ તે આપણી ગેરસમજ છે. કારણ કે શારીરિક શક્તિની પ્રેરક તે આત્મશક્તિ જ છે. શારીરિક શક્તિ તે માત્ર, સંસારી જીની આત્મશક્તિના. વપરાસમાં સાધન રૂપે કામ કરી રહી છે.