________________
સત્યની શોધ
૧૧ આદિ જોવામાં આવે છે. તે તેમાં વિવિધ દર્શનકારેએ પ્રરૂપિત વિવિધ તત્વજ્ઞાન પૈકી કયા તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ સત્યરૂપે સ્વીકારવું, એ પ્રશ્ન ઉપસ્થીત થાય તે સ્વાભાવિક છે. એટલે તે માટે હવે વિચારીએ.
જીવનના મૂળતત્ત્વનું અધ્યયન કરવું, તેને સમજવાનો પ્રયત્ન કરે. અને વિવેકની કસોટી પર કસાએલ તત્તાનુસાર આચરણ કરવું, એજ દરેકદર્શનનો જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે.
માનવજીવનની આસપાસની પરિસ્થિતિઓ અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણોની અનુકુળતા પ્રતિકુળતાના અનુસાર આગળ વધે છે. સ્વભાવ વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દાર્શનિક વિચારધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. એટલે વસ્તુ ચિંતનમાં જેવા ઢંગથી સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ચિંતનની શરૂઆત થાય છે.
મનુષ્યને પ્રાકૃતિક કૃતિઓ અને શક્તિએની પાછળ કાર્ય કરવાવાળી કઈ શક્તિ પ્રત્યક્ષ રૂપે દ્રષ્ટિગોચર નહિં થવાથી ઉત્પન્ન થતા આશ્ચર્યને લીધે આગળ વધતી વિચાર ધારાને યુક્તિયુક્ત કલ્પનાઓ દ્વારા સંતુષ્ટ કરવાનો મનુષ્યને પ્રયત્ન પણ “દર્શન” ના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકોએ કરેલ દાર્શનિક નિર્માણ એ “આશ્ચર્ય” ના આધારે જ છે.