________________
આત્મિક ગુણની સમજ
૩૭
- વસ્તુ ઇન્દ્રિયગ્રાહ્ય બનવા ટાઈમે, દર્શન બાદ જ્ઞાન ( વિશેષબોધ) થવામાં કંઈ વધુ ટાઈમ લાગતું નથી. ઇંદ્રિયગ્રાહ્યશકિત વધુવાળાને આ રીતે દર્શન (સામાન્ય બેધ) બાદ જ્ઞાન થવામાં વર્તાતે ટાઈમ અતિ અલ્પ હોય છે. છતાં યપદાર્થનું જ્ઞાન, છદ્મસ્થ જીવને કેવા કર્મો થાય છે, તે હકિકત જૈનદર્શનમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણાસ્વરૂપે અતિસ્પષ્ટપણે સરલતાથી સમજી શકાય તેવી રીતે દર્શાવાઈ છે.
પહેલું દર્શન અને પછી જ જ્ઞાન, એ નિયમ છદ્મસ્થ (સર્વજ્ઞ) જીવો માટે જ છે. સર્વને તે પહેલું જ્ઞાન અને પછી દર્શન સ્વરૂપે ઉપગ વર્તે છે, કારણ કે સર્વને સર્વ રૂપી–અરૂપી યપદાર્થનું જ્ઞાન, ઈન્દ્રિવડે નહિ થતાં આત્મસાક્ષાત્કારરૂપે થાય છે. તેમાં તેમને ઈન્દ્રિયેની અપેક્ષા રહેતી નથી.
વિશ્વમાં બે જાતના પદાર્થો છે. (૩) વર્ણ—ગંધ-રસ અને સ્પર્શયુક્ત અર્થાતૃ રૂપી અને (૨) વર્ણાદિ રહિત અર્થાત્ અરૂપી. તેમાં રૂપી પદાર્થો જ ઇન્દ્રિયગ્રાહ્ય બની શકે છે. અરૂપી પદાર્થો તે ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતા નહિં હોવાથી તેવા પદાર્થોનું જ્ઞાન તે સર્વજ્ઞ બનેલાઓને જ હોય છે.
જ્ઞાનગુણના આચ્છાદક તત્ત્વનું પડલ ન્યૂનાધિકપણે જ્યાં સુધી આત્માની જ્ઞાનશકિતને આવરીને રહેલું હોય છે, ત્યાં સુધી ઇન્દ્રિયની સહાય વિના પદાર્થને આત્મા જોઈ જાણી શકતું જ નથી.