________________
૩૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
ઇંદ્રિયે વડે -જે પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકવાની આત્માની જ્ઞાનશક્તિમાં પણ ન્યૂનાધિકતા હોય છે. સર્વ સંસારી જીવની ચૈતન્યશક્તિ (યશકિત) કંઈ એક સરખી જ હતી નથી, એવું આપણે વિવિધછમાં સ્પષ્ટ અનુભવીએ છીએ. વળી પદાર્થજ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ અનુભવ્યા બાદ પણ સ્મૃતિદ્વારા તે પદાર્થનું સ્વરૂપ ચિંતનસ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. એક વખત જોયેલી મુંબઈ-કલકત્તા કે દિલ્હીની બજારને અમુક ટાઈમ બાદ ઘરે બેઠાં પણ તે બજારનું ચિત્ર, સ્મૃતિદ્વારા આપણી સામે આપણે ચિંતવી શકીએ છીએ. આમાં પણ આત્માની જ્ઞાનશકિત કામ કરતી હોવા છતાં, સ્મરણશકિત પણ કંઈ સર્વ જીની અને એકના એક જીવને પણ સદાને માટે એક સરખી હોઈ શકતી નથી. શીખેલું ભૂલી જવાય અને બહુ પ્રયત્ન તેને યાદ પણ કરી શકાય. કોઈની યાદશકિત બિલકુલ મંદ હાય, અને કેઈની અતિ તીવ્ર પણ હોય, આ બધું આત્માની જ્ઞાનશક્તિની જૂનાધિતાનાઆધારે છે. આવી બધી જાતની શકિતને જેન દર્શનમાં મતિજ્ઞાન તરીકે ઓળખાવી છે.
વળી કેઈની પાસે સાંભળીને પણ વસ્તુ સ્વરૂપને ખ્યાલ આપણને પેદા થાય છે. દૂરદૂર દેશની મુસાફરીમાં અજાણ્યા એવા તે પ્રદેશના નકશાઓ જોઈને આપણે તે સ્થાનમાં હરવાફરવાની અનુકુળતા મેળવી શકીએ છીએ. વળી વિવિધ જાતનું વિષયવિજ્ઞાન આપણે તે તે વિષયના સાહિત્ય દ્વારા અગર તે વિષયના અભ્યાસીના મુખેથી આપણે જાણી શકીએ છીએ. દાર્શનિક શાસ્ત્ર દ્વારા આત્મા આદિ આધ્યાત્મિક