________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ આત્માના આ ગુણોને સ્વીકાર, છદ્મસ્થ (અસર્વજ્ઞ) જીવે માટે આપ્તપુરૂષના વચન વિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણ થઈ શકે છે.
જ્ઞાન એ પદાર્થ સ્વરૂપની વિશેષબોધક ચેતનશક્તિ અને દર્શન એટલે પદાર્થ સ્વરૂપની સામાન્ય બોધક ચેતનશક્તિ રૂપ છે.
વસ્તુતાએ તે બને જ્ઞાનસ્વરૂપે જ છે. પરંતુ સેયપદાર્થને સામાન્ય સ્વરૂપે જાણવા ટાઈમે વર્તતી ચેતના તે દર્શનસ્વરૂપે ઓળખાય છે. અને રેયપદાર્થને વિશેષરૂપે સ્પષ્ટરૂપે જાણવાટાઈમે વર્તતી ચેતના તે જ્ઞાનસ્વરૂપે ઓળખાય છે.
યપદાર્થ, ઈન્દ્રિયગ્રાહ્ય થવા ટાઈમે પ્રથમ તે એ અમુક વસ્તુ છે. એટલે જ જીવને જે ખ્યાલ આવે છે, તે દર્શન છે. અને ત્યારબાદ તે વસ્તુ આવી છે, આવા રવરૂપે છે, માટે અમુક હોવી જોઈએ, અને આ તે જ વસ્તુ છે, એમ સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ જીવને પેદા થાય છે, તે જ્ઞાન છે. દ્રષ્ટાંતતરીકે કોઈ વસ્તુ ઉપર દ્રષ્ટિ પડવા ટાઈમે આ વસ્તુ, તે, માણસ છે કે અન્ય કઈ ચીજ છે, એટલે જ
ખ્યાલ પેદા થાય છે. પરંતુ ત્યાર બાદ તે વસ્તુ અન્ય કઈ નહિં પણ માણસ જ છે, અને તે પણ અમુક વ્યક્તિ છે, આવા સ્વભાવવાળે છે કે આવા ગુણ અને દષવાળે છે, એ પ્રમાણે તે માણસ અંગે અતિસ્પષ્ટતા પૂર્વકને ખ્યાલ પેદા થાય છે. એવી રીતે સ્પર્શેન્દ્રિયગ્રાહ્ય રસનેન્દ્રિયગ્રાહ્ય, ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય, અને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય પદાર્થ અંગે પણ સમજવું.