________________
આત્મિક ગુણની સમજ
૪૧
અને વિવિધ પ્રકારની વસ્તી રહે છે. તેમાં કેવળજ્ઞાન સિવાય આકીના ચાર પ્રકારના જ્ઞાનોપૈકી તે પ્રત્યેક પ્રકારના જ્ઞાનના પણ વિવિધભેદ જૈનદર્શનમાં જણાવેલ છે. આવી વિવિધતાવાળું જ્ઞાન તે શપથમિકભાવનું જ્ઞાન કહેવાય છે.
પાંચમું કેવળજ્ઞાન તે જ્ઞાનશક્તિની પૂર્ણતારૂપે હોવાથી તેતે એક જીવમાં પણ સદાનામાટે, અને તે જ્ઞાનને પ્રગટ કરનાર દરેક જીવમાં અન્ય સમાનભાવી અને શાશ્વત હોવાથી સર્વનું કેવળજ્ઞાન સદાના માટે એક જ જાતનું હોય છે. જેથી તેમાં કંઈ પણ ભેદ સંભવી શકે નહિં. કેવળજ્ઞાનીને લેશમાત્ર પણ કર્યાવરણ બાકી રહેતું નહિં હોવાથી તે જ્ઞાન, ક્ષાયિકભાવે કહેવાય છે.
જ્ઞાન એ આત્માને મુખ્યગુણ છે, સ્વભાવ છે. જેથી કેઈપણ દશામાં વત્તતે આત્મા, જ્ઞાનરહિત અર્થાત્ જાણપણાની શક્તિ રહિત તે હેતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલી જ્ઞાનશક્તિ તે સ્વભાવજ્ઞાન છે. અને અપૂર્ણ જાણશક્તિ તે વિભાવજ્ઞાન છે. સ્વભાવ જ્ઞાન તે કોઈપણ પ્રકારના આચ્છાદનરહિત છે. અને વિભાવજ્ઞાન તે ન્યૂનાધિકરીતે પણ કર્મથી આચ્છાદિત છે. ' હવે દર્શન અંગે વિચારતાં દર્શન એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલપૂરતા જ્ઞાનને (જાણવાપણુને) જ દર્શન કહેવાય છે. વસ્તુના જાણપણની પ્રથમભૂમિકા તે દર્શન છે. નિર્વિકલ્પ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે.