________________
આધ્યાત્મિક ઉપેક્ષાવાળા ભૈતિક
આવિષ્કારમાં સુખની ભ્રમણ વસ્તુ તત્વના યથાર્થ સત્યપ્રાપ્તિ માટેના જે સિદ્ધાન્તની શોધ, આધ્યાત્મિક વિચારણા માટે કરી શકાય છે, તે જ સિદ્ધાન્તથી ભૌતિક પદાર્થનું સત્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. તેવા સિદ્ધાન્તને અનેકાન્તવાદ કહેવાય છે. એવા અનેકાન્તવાદની દષ્ટિપૂર્વક પદાર્થમાત્રનું સ્વરૂપપ્રરૂપક દર્શન, તે અનેકાન્ત દર્શન યા સ્યાદ્વાદદર્શન કહેવાય છે.
અનેકાન્તદર્શનના આવિષ્કારકે, જિન–વીતરાગ-સર્વજ્ઞા જ હોઈ શકે છે. કારણ કે વસ્તુની પૂર્ણતાનું સ્વરૂપ જાણવાની શક્તિ તે સર્વજ્ઞમાં જ હોય. સર્વજ્ઞ એટલે સંપૂર્ણજ્ઞાની. તેમના જ્ઞાનમાં લેશમાત્ર ન્યૂનતા હોઈ જ ન શકે. કારણ કે તેઓશ્રીએ તેમની જ્ઞાનશક્તિના આચ્છાદક તત્વને પરમ પુરૂષાર્થથી સંપૂર્ણપણે ક્ષય કરી પૂર્ણજ્ઞાનને પ્રગટાવ્યા બાદ જ તેઓ તત્વની પ્રરૂપણ કરતા હોવાથી તેમની દ્રષ્ટિમાં– જ્ઞાનમાં, વસ્તુસ્વરૂપને લેશમાત્ર અંશ પણ અજ્ઞાત રહેતો નથી. માટે ભૌતિક અગર આધ્યાત્મિક, યા જડ અગર ચેતન, એમ બન્ને પ્રકારના પદાર્થનું સત્ય અને સંપૂર્ણ નિરૂપણ, સંપૂર્ણજ્ઞાની એવા સર્વજ્ઞ ભગવાને કથિત, સ્યાદ્વાદ માર્ગથી જ સમજી શકાય છે.
જડતે શારીરિક યા ભૌતિકઅને ચેતન તે આત્મિક યા આધ્યાત્મિક શક્તિ સમજવી. સ્કૂલ હેવાના કારણે જડશક્તિ