________________
ભૌતિક આવિષ્કારમાં સુખની ભ્રમણ
૨૭:
તે ઈન્દ્રિયગમ્ય છે. અને અતિ સૂક્ષ્મ હોવાના કારણે ચૈતન્યશક્તિ તે અતિન્દ્રિય છે. ઈન્દ્રિયગમ્ય વસ્તુ તે અનુભવ
ગ્ય છે. અને અતિન્દ્રિપ્શમ્ય એ ચૈતન્યભાવ તે અનુમાનગમ્ય છે.
જડજગતની સારી શોધ કરવા દ્વારા આજના વિજ્ઞાને જગતને મુગ્ધ બનાવી, વિશ્વના મનુષ્ય માટે અનેકવિધ સુખ સગવડતાનાં સાધન ઉપસ્થીત કર્યા હોવા છતાં પણ, દુઃખની વાત એ છે કે જડ સિવાય ચેતન ભાવ જેવું બીજું કેઈક મૌલિક તત્ત્વ, આ ધરતી પર હોવાનું વાસ્તવિક રીતે આજના વિજ્ઞાનના ખ્યાલમાં હજુ આવી શક્યું નથી. તેઓ હજી એ સમજી શક્યા નથી કે જડને સૂક્રમ પરમાણુની શકિત કરતાં ચેતન તત્વના પરમાણુમાં હજારો ગણી શકિત ભરી હોય છે. એટલું જ નહિં પણ જડ પરમાણુની શક્તિને આવિષ્કાર તે ચેતનશક્તિના આધારે જ છે.
ચેતન શક્તિ પિતાના સંકલ્પ બળથી પણ જડપદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. એક ચેતન શક્તિ ધારક પ્રાણિ કોઈ પણ જાતના બાહ્યપ્રગવિના આંતરિક સંકલ્પ બળથી અન્ય પ્રાણિઓના દિલને આકષી શકે છે. દુશ્મનને મિત્ર બનાવી શકે છે. હિંસક ભાવથી મુક્ત બનાવી શકે છે. વિશ્વના પ્રાણિયમાં મૈત્રી ભાવનાને પ્રસરાવી વિશ્વશાંતિ પણ સ્થાપન કરી શકે છે. પરંતુ આ શક્તિને સાચી દિશામાં પ્રયોગ થાય તે જ જડ પદાર્થની સહાય વિના બધાં કાર્યો પાર પાડી શકાય છે. આપણા