________________
સત્યની શોધ
૩૩
રૂપે તે આત્મિક સદ્ગુણોના સંસ્કાર વિકસાવનાર આત્મિકજ્ઞાનના ફેલાવા માટે દરેક રાષ્ટ્રોએ પહેલે પ્રયત્ન કરે જોઈએ. અને તેમાં આત્મહિતના સાધકે એવા આધ્યાત્મિકસંતની નિશ્રા સ્વીકારવી જોઈએ.
વિશ્વશાંતિના અમેઘ ઉપાય સૂચક, જીવનને આત્મ સંતોષી બનાવવામાં માર્ગદર્શક, અને વિશ્વના પ્રાણિ માત્ર પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવી તે પૂર્વકાળે ભારતના સંતે જ હતા. એ સંતના પ્રભાવે જ વિશ્વના દરેક ભાગમાં ભારત. દેશની મહત્તા હતી. એવા સંતથી જ ભારત દેશ ગૌરવશાલી હતે. ભેગ કરતાં ત્યાગની મહત્તા ત્યારે વધુ હતી. મહાન ભેગી પણ ત્યાગીના ચરણોમાં શીર ઝુકાવી પોતાની ભેગલાલસાને કંગાલીયત ગણતે. શરમીદો બની રહે.
આજે તે બધું વિસરાઈ ગયું છે. અને સંતની ઉપેક્ષા કરી, સંતપણાને ગૌણમાની રાજ્યસત્તા યા રાજ્ય હોદ્દાને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે. બાહ્ય આડંબરી નશ્વરસુખની. પ્રાપ્તિ માટે થતા પ્રયત્નમાં જ રાષ્ટ્રને વિકાસ માની લઈ, રાજ્યદ્વારી તંત્ર પણ પ્રજાના હિતના ઉપાયની ઉપેક્ષા કરી, સ્વસત્તા અને સ્વાર્થવૃત્તિને ટકાવવામાં જ, પ્રજાહિતના કૃત્રિમ ઓઠા હેઠળ પ્રયત્નશીલ બની રહી સ્વસ્વાર્થને જ સાધી લેતા આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એ આપણું ભારતદેશ માટે ઓછું શોચનીય ન ગણાય. આ બધાનું કારણ એકમાત્ર આત્મિક જ્ઞાનને અભાવ જ છે.