________________
૩૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨
બની રહેવાને, ભારતના આત્માવાદી દર્શનને મુખ્ય આદર્શ હોય છે. અને તેમાં જ શાશ્વત શાંતિ સુખની પ્રાપ્તિ છે.
વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પદાર્થના વિવિધ સ્વરૂપે થતા આવિષ્કારના પ્રયત્નમાં આપણે વિરોધ નથી. તેના દ્વારા જે જે અંશે લોકોનું અહિક હિત સાધવામાં પણ વાંધો નથી. પરંતુ તે બધી પ્રવૃત્તિમાં માત્ર વર્તમાન ભવ. પૂરતા જ સુખનું યા દૈહિક સુખ પુરતું જ દષ્ટિબિન્દુ નહિ રાખતાં, હિંસા અને અહિંસાના વિવેકપૂર્વક ચેતનની અનંત શક્તિને અને તે શક્તિને વિકસાવવાને ખ્યાલ તે ચૂકાવ ન જ જોઈએ.
દૈહિક અનુકૂળતા યા પ્રતિકૂળતામાં માત્ર જડ પ્રકૃતિનું જ અધિપત્ય સ્વીકારી લઈ, તેની જ પ્રવૃતિ દ્વારા ફેલાતા સંસ્કારોથી તે માનવ સમુદાયના જીવન ઉપર જડ પ્રકૃતિના થરો વધુને વધુ પ્રમાણમાં ખડકાતા જશે. અને તે દ્વારા માનવ સુખશાંતિની પ્રાપ્તિને બદલે દિનપ્રતિદિન માનસિક દુઃખની ભયંકર ગર્તામાં ધકેલાતે જશે. માટે સાચી સુખશાંતિની પ્રાપ્તિ માટે, માનવ-માનવ વચ્ચે અને જગતના સર્વપ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રસરાવવા માટે, સ્વાર્થભાવને ત્યજી, પરમાર્થભાવને પ્રચલિત બનાવવા માટે, વિશ્વશાંતિના અમોઘ સાધનરૂપ આત્મજ્ઞાનને પ્રસરાવવાની આવશ્યકતા, વિશ્વના દરેક રાષ્ટ્રોએ પિતાના રાષ્ટ્રહિત માટે પહેલી સ્વીકારવી પડશે.
રાષ્ટ્રીયકાનુનેદ્વારા માનવસમુદાયના જીવનમાંથી જે દુર્ગણનષ્ટ નહિં કરી શકાય, તે દુર્ગણેની નષ્ટતામાં મુખ્ય