________________
૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
ન રાખવું ? પરંતુ આ કાચી સમજણ છે. આત્મિકવિદ્યાની પ્રાપ્તિમાં જે અવર્ણનીય આનંદ રહ્યો છે, તેની કલ્પના સામાન્ય બુદ્ધિમાનને આવવી મુશ્કેલ છે. અને તેથી જ તે એશઆરામને સ પૂર્ણ સુખ સમજી લઈ તેની પ્રાપ્તિના જ્ઞાનને જ સાચું જ્ઞાન, સાચું ભણતર અને સાચી કેળવણી ગણી બેસે છે. આવા લોકેને હજુ સમજાયું નથી કે સુખ તે ભૌતિક સાધનમાં નથી. પણ માનસિક આનંદમાં છે. માણસ પાસે બધી જાતની ભૌતિક સંપત્તિ હોવા છતાં તેને ઘણીવાર સુખને અભાવ જ જણાય છે. માટે સમજી લેવું જરૂરી છે કે મન જ સુખ અને દુઃખ સજે છે. એટલે મનને શી રીતે મર્યાદિત રાખવું, એ જ વસ્તુ આપણા માટે અગત્યની બની રહે છે. માનસશાસ્ત્રને અભ્યાસ પણ કહે છે કે સમતા અને સંતોષ એ મનની શાંતિનાં કારણે હોઈ જીવન વ્યવહારની દરેક કિયા કરતી વખતે મનને ખૂબ જ સંતોષી અને સમભાવી બનાવવા પૂર્વક શાંતિમાં રાખવું જોઈએ. પાર્થિવ વસ્તુની આકાંક્ષા ત્યાગી, મનને નિગ આત્મચિંતવનમાં કરવાથી મન સ્થિર અને શુદ્ધ થાય છે. માટે ફેગટ વિચાર અને સ્વાર્થ કામનાદિથી મનને હઠાવી પરમાત્મામાં– આત્મશુદ્ધસ્વરૂપ ચિંતવનમાં, શમ અને સંવેગભાવનામાં, મનને એકાગ્ર બનાવી રાખવાથી વિષયની વાસનાઓ, ઇન્દ્રિયની લેલુપતાઓ દૂર થશે. અને આત્મા પરમ સમાધિ અનુભવશે.
ચેતન જ્ઞાતા છે, જ્યારે જડ, રેય છે. જ્ઞાતા તે પિતાની જ્ઞાન–શક્તિની પ્રગટતા અનુસાર તે ય પદાર્થને જાણ શકે છે. જ્ઞાતાની ચેતનશક્તિ જ્યાં સુધી જૂનાધિક પ્રમાણમાં