________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો પૂર્વજો આવું જ્ઞાન ધરાવતા હતા. પણ આજે તે જ્ઞાન, માત્ર ગ્રંથમાં જ પુરાઈ રહ્યું છે.
આજનું વિજ્ઞાન કે આજને વિદ્વાન, જડજગતની આસપાસ જ આંટા મારે છે. પણ તેને ખબર નથી કે ચેતનની અનંતશક્તિને અને તેની પ્રગટ કરવાની પ્રક્રિયા આદિને ખ્યાલવિના, માત્ર જડપદાર્થોના સોગ દ્વારા થતા સુખમાં લેશમાત્ર આંતરિકસુખ હેવાનું યા જડપદાર્થોના આવિષ્કાર દ્વારા વિશ્વશાંતિ પ્રસરાવવાનું ધ્યેય, એ તે અગ્નિ દ્વારા શીતલતા પ્રાપ્ત કરવાની યા પાણીમાંથી માખણ કાઢવાની અભિલાષા જેવું છે.
ચેતનની અનંતશક્તિથી અજ્ઞાત એવા માત્ર ભૌતિકવિજ્ઞાનથી આકર્ષિત બની રહેલા ભારતીય નાગરિકના જીવનમાંથી પણ બીજાના સુખે સુખી થવાની ભાવના લગભગ ભુંસાઈ ગઈ છે. સામાજીક રીતે સંયુક્તકુટુંબની પ્રથા પણ - હવે લગભગ લેપ થઈ ગઈ છે. વ્યક્તિગત રીતે દરેક ભારતીય સાદાઈને ત્યાગી દઈને એણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી ટાપટીપ, દંભ અને વિલાસિતા વગેરે દૂષણે અપનાવ્યાં હોવાથી પિતાની આર્થિકદષ્ટિએ મેંઘા જીવન ઘેરણને નિભાવી રાખવા માટે એને અનેક પ્રકારના ખોટા અને અપ્રમાણિકમાર્ગો ગ્રહણ કરવા પડે છે.
અહિં સમજવું જરૂરી છે કે ચેતનના લક્ષ્યવિનાના કેવળ જડ પુદ્ગલના જ આવિષ્કારે અને તેને ઉપયોગ -શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયોગીતાની દષ્ટિએ ચેતનાના