________________
ભૌતિક આવિષ્કારમાં સુખની ભ્રમણ
૩૧ પણ આચ્છાદિત યા સુષુપ્ત છે, અપ્રગટ છે, ત્યાં સુધી રેય પદાર્થોનું જ્ઞાન કરવામાં તેને ચક્ષુ આદિ ઇન્દ્રિયરૂપ સાધનની આવશ્યકતા રહે છે. પદાર્થોનું જ્ઞાન કરવામાં વર્તતી આ પરાધીનતા એ જ પણ દુઃખ છે. પરંતુ ચેતનનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મા જ્યારે પુરૂષાર્થથી પિતાની ચેતનશકિતની પૂર્ણતાને સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ પ્રગટ કરે છે, ત્યારે વિશ્વના કેઈ પણ પ્રકારના સ્થલ કે સૂક્ષ્મપદાર્થોને જાણવામાં તેને ઈદ્રિરૂપ સાધનોની કે કેઈયાંત્રિક સાધનની આવશ્યકતા રહેતી નથી. તેને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલા સમસ્ત પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓનું જ્ઞાન અંજલિમાં રહેલ જળની માફક આત્મ પ્રત્યક્ષ વતે છે. આવા જ્ઞાનીઓ તે કેવલજ્ઞાની યા સર્વજ્ઞ કહેવાય છે. આવી જ્ઞાન શક્તિ પ્રગટ કરવા પહેલાં કોધ, લેભ, ભય, હાસ્ય, આદિ દોષોથી જીવન મુક્ત બનાવી વીતરાગ દશાની પ્રાપ્તિ બાદજ સર્વજ્ઞતા આવી શકે છે. કોઈના કહેવા માત્રથી કે દ્રષ્ટિરાગથી પ્રેરાઈને કંઈ તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા, સ્વીકારાતી નથી. પરંતુ તે ગુણેની પ્રાપ્તિને સિદ્ધ કરતા તેમને જીવનને કમબદ્ધ સ્પષ્ટ ઇતિહાસ હોય છે. આ વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ, એજ આત્મવાદી દર્શનને આરાધકેનું ધ્યેય હોય છે. તેમને પ્રાપ્ત ભૌતિક અનુકૂળતાને ઉપભોગ આત્માની આ રીતની વિકાસ સાધનામાં જ હોય છે. માટે જ કેવળ ભૌતિક સામગ્રીની પ્રચુરતા માત્રથી સંતુષ્ટ નહિં બની રહેતાં, તે સામગ્રીને ઉપભોગ, આત્મવિકાસના માર્ગે વાળી આત્માની સંપૂર્ણ સ્વભાવ દશાને પ્રગટ કરવાની ભાવનાપૂર્વક પ્રયત્નશીલ