________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જૈનદર્શનને માન્ય દેવ-ગુરૂ-ધર્મને અનન્યરાગી વ્યક્તિ પણ, તત્વની પ્રરૂપણ લેશ માત્ર પણ જે વિપરીત પણ કરે તેવાઓને મિથ્યાત્વી ગણી વખોડી કાઢયા છે.
પટ્ટશલ નામના પરિવ્રાજકને તત્ત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણા વડે હરાવી વિજય મેળવનાર જૈન સાધુને તેના ગુરૂએ તેની બેટી પ્રશંસા નહિં કરતાં, વિપરીત પ્રરૂપણે અંગેની માફી નહિં માગવાથી તેને સંઘ બહાર મૂકી દીધાની હકિકત જૈનઈતિહાસમાં દર્શાવાઈ છે. આવી છે જનદર્શનની પ્રમાણિક્તા અને સત્યના સંરક્ષણ માટેની નીડરતા.
જૈનદર્શન જ એક એવું દર્શન છે કે તેમાં જુદાં જુદાં દષ્ટિબિન્દુઓ સિધુમાં મળતી સરિતાઓની માફક સમાએલાં છે. માટે જ તેના તત્વજ્ઞાનને અનેકાન્તવાદ–સ્યાદ્વાદ અપેક્ષાવાદ વગેરે નામથી જૈનદાર્શનિકે ઓળખાવે છે.
તત્વચિંતક મહાપુરૂષોએ સત્યના સાક્ષાત્કાર માટે રજુ કરેલ અનેકાનેક સિદ્ધાન્ત પૈકી સ્યાદ્વાદ યા અપેક્ષાવાદને સિદ્ધાન્ત મુખ્યરૂપે સર્વમાં શિરમણ છે. સ્યાદવાદી યા સાપેક્ષવાદીઓ જ સત્યને પામી શક્યા છે, અને પામી શકશે.
અજ્ઞાનથી, રાગદ્વેષથી કે હવૃત્તિથી નિર્માણ થયેલાં કલ્પિત સત્યને ઉડાવી દઈ, રાગદ્વેષથી પર રહી શુદ્ધ રીતે પ્રતિપાદન કરતાં પૂર્ણ સત્ય અને આંશિકસત્યને માન્ય રાખવામાં સાપેક્ષવાદ જ ઉપયોગી બની રહે છે. પારમાર્થિક, આધ્યાત્મિક, અને વ્યવહારિક સાંસારિક, ઈત્યાદિની સત્યતાના સર્વ માર્ગોમાં એક સરખે જ ઉપયોગી બની રહેનાર આ