________________
૧
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
પોતે સ્વયંના અસ્તિત્વ પર અથવા બાહ્ય જગત અંગે ઉત્પન્ન થતા સંદેહથી મનુષ્યની વિચારશક્તિદ્વારા આલંબિત માર્ગ પણ દર્શનનું રૂપ ધારણ કરે છે. પશ્ચિમમાં અર્વાચિન દર્શનને પ્રારંભ સંદેહથી જ થાય છે. તેઓ ધાર્મિક ઉપદેશોને પણ સંદેહની દ્રષ્ટિથી દેખે છે.
કેઈ દર્શન એવા પણ છે કે આશ્ચર્ય અને સંદેહ પ્રત્યે બિલકુલ વિચારધારા નહિં કરતાં પિતાને દ્રષ્ટિકોણ ભૌતિક્તા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્ત રજુ કરે છે. જે “વ્યવહારિકતાવાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરંપરામાં આ દ્રષ્ટિકોણ વાળું દશન તે “ચાર્વાક દર્શન” કહેવાય છે. આ વિચારધારાવાળું દર્શન આધુનિક વિજ્ઞાનની જ અધિક સમીપ ગણાય.
આ રીતે આશ્ચર્ય, જિજ્ઞાસા, અને સંશયાદિના કારણથી ' ઉત્પન્ન થયેલાં દર્શને તે મુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે.
ભારતીય પરંપરામાં તે દર્શનશાસ્ત્રનું મુખ્ય પ્રજન દુઃખથી મુક્ત થવાનું છે. તેમાં પ્રાયઃ આધ્યાત્મિક જ પ્રેરણા છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઈત્યાદિ જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શક્તિથી બહાર છે, અને જેનું મૂલ્ય, વ્યવહારીક અંશને પણ ક્યારેક કયારેક માર્ગદર્શન કરનારૂં છે, એવા આધ્યાત્મિક યા આંતરિક જીવનથી જ