________________
૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ મહાવીરસ્વામી તે આ યુગના છેલ્લા વીસમા તીર્થંકર હતા, ચડતી-પડતીની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચાતા કાળપૈકી દરેક વિભાગમાં વીશ વીશ તીર્થકર થાય છે. તેને ચોવીશી તરીકે કહેવાય છે. કાળચકનું વહેણ અનાદિકાળથી એ બે વિભાગ સ્વરૂપે વહેતું જ રહે છે. ચડતા કાળને ઉત્સર્પિણી અને પડતા કાળને અવસર્પિણકાળ કહેવાય છે. એવી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વ્યતીત થયા હોવાથી તીર્થકરદેવેની વીસીઓ પણ અનંત થઈ ગઈ છે.
ચાલુ મુખ્ય કાળવિભાગની વીસીના પ્રથમ તીર્થકર શ્રી રૂષભદેવને થઈ ગયે પણ અગણિત વર્ષો વીતી ગયાં છે. શ્રી રૂષભદેવથી શ્રી મહાવીર સ્વામી સુધીના તીર્થકરેના કાળ પહેલાં પણ જૈનધર્મ અસ્તિત્વમાં હતો. જેનદર્શનના. પ્રરૂપ શ્રી તીર્થંકર પરમાત્માઓ જ હોઈ દરેક તીર્થકર દેના શાસનમાં જે કહેવાનું હોય તે સરખું જ હોય. કાળભેદે આચારની વ્યવસ્થામાં કંઈક ભિન્નતા હોય, પરંતુ તત્વની. પ્રરૂપણામાં કદાપી ભિન્નતા ન હોય. જૈન દર્શનાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે, પણ તત્વની ભિન્નતા હોઈ શકે જ નહિં. તત્ત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર જૈન કહી શકાય જ નહિ. અનત જિનેશ્વરોએ જે કહ્યું તેજ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્ત્વને સ્વીકાર તે મહાવીરપણાના અંગે નહિં, પણ જિનેશ્વરપણાના અંગે છે. માટે જ “વીરjન્નતંતd” નહિં કહેતાં fપન્નર કહેવાય છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ હોઈ શકે.