________________
સત્યની શેાધ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||
૧૯
અહિં એટલું તે સમજવું જરૂરી છે કે જૈન દર્શનમાં યથા તત્ત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે. અને યથા તત્ત્વના સ્વીકાર અગે શ્રદ્ધાનું કથન છે. પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કસોટી મુજબ કસીને, જે તત્ત્વપ્રરૂપકને સ્વીકાર્ય માન્યા, આત્માને આદર્શરૂપ લાગ્યા, પછી તેા તેમના વચનમાં શ્રદ્ધાળુ જ અનવુ' જોઈ એ. કારણ કે સજ્ઞ એવા જિનેશ્વર દેવાની પ્રમાણિકતામાં તેમણે કહેલા તત્ત્વાની પ્રમાણિકતા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કાનુસારીએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી તત્ત્વની પણ પરીક્ષા કરવાની છૂટ છે. પરંતુ તર્ક કે બુદ્ધિ જ્યાં ન ચાલે ત્યાં તે સજ્ઞકથિત આજ્ઞા પ્રમાણે જ માન્ય કરવાથી સત્યને ગ્રહણ કરી શકાય છે. કારણ કે શુદ્ધતકને પેાતાના જ મનની પ્રયોગશાળાદ્વારા સિદ્ધ કરવા બધાના માટે શકય નથી. માટે જેમણે પોતાના તમામ પાપાને ક્ષય કરીને આ જગત તથા જગત બહારના તમામ આધિભૌતિક મામતાને કેવળજ્ઞાન દ્વારા જોઈ છે, અને જગત સમક્ષ રજુ કરી છે, તેમના આશ્રય તે આપણે લેવા જ પડશે.
જૈન ધર્મ અને જૈનતત્ત્વજ્ઞાનને કેટલાક પાશ્ચાત્ય વિદ્વાના માને છે તેમ તે ફક્ત અઢી હજાર વર્ષથી જ પ્રચલિત નથી. જૈનાના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના કાળથી જ જૈન તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું એમ પણ નથી. શ્રી