________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જવાય. માટે યથાર્થ સત્યગ્રહણમાં પ્રથમ પરીક્ષા સત્યની નહિં, પણ સત્ય પ્રરૂપક વીતરાગ જીનેશ્વરની કરે. આવા જીનેશ્વરીએ આવિષ્કારિત દર્શન તેને જ જૈનદર્શન કહેવાય.
શ્રી જીનેશ્વર ભગવાનકેવલજ્ઞાની–સર્વજ્ઞ હોવાથી રૂપી અરૂપી સર્વ પદાર્થ અને તેના સર્વ પર્યાયના જાણકાર છે. કઈ લકે પોતે સ્વીકારેલ ઈષ્ટદેવને અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. પણ સહ સર્વજ્ઞ જ માનવા તૈયાર છે. અને તે માની લીધેલ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપાએલ તત્વે જ યથાર્થ સત્ય હોવાનું સ્વીકારે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે પરીક્ષા કર્યા વિના સર્વનો સ્વીકાર થઈ જ શકે નહિં. તેથી જ મહાપુરૂષેએ કહ્યું છે કે :
भव बीजाङकुर जनना, रागाद्याः क्षय मुपागता यस्या; ब्रह्मा वा विष्णु र्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
ભાવાર્થ–સંસારરૂપી બીજાંકુર પેદા કરનાર રાગાદિદેષ જેને નષ્ટ પામ્યા છે, તેઓ નામથી તે ભલે બ્રહ્મા, વિષ્ણુ હો, હર હો, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો.
અહીં જૈનદર્શનમાં સાચા સર્વજ્ઞને સ્વીકારવામાં કેટલે નિષ્પક્ષપાત છે, અથવા કદાગ્રહરહિતપણું છે, તે વાંચકે સ્વયં સમજી શકશે. વ્યક્તિરાગ નહીં હતાં, ગુણરાગની પ્રચુરતા આમાં કેટલી છે ? તે સ્પષ્ટપણે સમજાઈ શકાય તેવું છે. આમાં મારું તે સાચું નહિં, પણ સાચું તે મારૂં છે. વળી પણ કહ્યું છે કે –