________________
૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨જો
તા કેવળ વિજ્ઞાનથી પણ કેળવાય છે. જ્યારે આંતરદ્રષ્ટિતા આંતરદ્રષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપિત તત્ત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે.
સત્ય પ્રાપ્તિના માર્ગ અંગે ભૌતિકપ્રનેાની વિચારણા પણ આધ્યાત્મિક વિચારણાથી જુદી પડતી નથી. સત્યમાટેના જે સિદ્ધાન્તની શોધ, ભૌતિક વિચારણા માટે કરાસે તે જ સિદ્ધાંતથી આધ્યાત્મિક વિચારણાનુ' સત્ય પણ પ્રાપ્ત કરી શકાસે. આધ્યાત્મિક અને આધિભૌતિક ખાખતા જુદી હેાવા છતાં બન્નેનું અસ્તિત્વ તે માનવજાતના હિત માટે જ ગણાય છે. વિજ્ઞાનીઓના દાવા છે કે અમારો પ્રયત્ન જગતના ભલા માટે જ છે. જ્યારે આધ્યાત્મિક ગુરૂએએ પણ માનવજાતના હિત અને કલ્યાણને, દ્રષ્ટિસન્મુખ રાખીને જ વાતા કરી છે. ફરક છે તે સુખ અને કલ્યાણ વિષેની કલ્પનામાં, સમજણમાં.
આ બધી ડુક્તિ અંગે વિચાર કરતાં ભારતના પૂર્વમહિષ એએ એક વાત સ્પષ્ટ બતાવી છે કે સત્ય પ્રાપ્તિ માટે કેવળ બૌદ્ધિક, અગર તાર્કિક, કે વૈજ્ઞાનિકદ્રષ્ટિ કરતાં તે બધાને જો તત્ત્વજ્ઞાનદ્રષ્ટિ સાથે જ વિચારવામાં આવે તે જ સ્વ અને પરને લાભદાયક છે.
તત્ત્વજ્ઞાન અંગે વિચારીએ તેા તત્વજ્ઞાન પણ જગતમાં સમય સમય પર અનેકપ્રકારનું જોવામાં આવે છે. અને એ તત્ત્વજ્ઞાનની પ્રરૂપણા કરનાર વિવિધ દેશના (સિદ્ધાન્તા ) આ જગતમાં દ્રષ્ટિગોચર થાય છે. દરેક તત્ત્વજ્ઞાનના આવિષ્કારકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં પણ લેાકસેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ, તપ,