________________
૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એટલે ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ-દુઃખના મૌલિકતત્ત્વની પણ બહુ જ સ્પષ્ટ અને તલસ્પર્શી વિચારણા તે ભારતીય દર્શનેમાં જ આલેખાઈ છે.
આ બધાં દર્શને તરફ દ્રષ્ટિપાત કર્યા પછી આપણે પહેલાં તે, એ વિચાર કરે જરૂરી છે કે સત્યશોધનની જિજ્ઞાસાવૃત્તિના વિકાસમાંથી ઉપલબ્ધ થયેલાં વિવિધ દાર્શનિક તત્વજ્ઞાને પૈકી નક્કર સત્ય કયાંથી મેળવવું? કારણ કે તે દરેક દાર્શનિકેએ નિર્ણિત વિચારધારાઓ પણ કેટલીક . બાબતેમાં પરસ્પર ભિન્નતા દર્શાવે છે.
દીર્ધદષ્ટિથી વિચાર કરતાં સમજાશે કે દયેય એક સરખું છતાં પણ સત્યપ્રાપ્તિના સિદ્ધાંતમાં ભિન્નતા હોવાનું કારણ, તે તે તત્ત્વજ્ઞાનના આવિષ્કારમાં બુદ્ધિશક્તિની મર્યાદા, અપૂર્ણતા અને અહંભાવને જ ખ્યાલ આપણને અચૂક સમજાશે. માટે જ શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે :
મતમત ભેદે રે જે જઈ પૂછીએ, સે સ્થાપે અહમેવ”
દર્શનિક ક્ષેત્રમાં વિચારધારાઓની ભિન્નતા દેખી નિરાસ થવા જેવું નથી. મતભેદો અને મતાંતરે તે સદા ચાલ્યા જ કરતા હોય છે. તો પણ સાથે સાથે “સાચું શું છે?” એ જાણવા માટે માનવીની જિજ્ઞાસા પણ ચાલુ જ હોય છે. અને તેથી જ ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનેને હિસાબે વિચારધારાઓની ભિન્નતાએ કરીને મતભેદ વર્તતા જ રહેતા હોવા છતાં અનેક મહાપુરૂષો સત્યને શોધીને અને તેને આચરીને શાશ્વતસુખને પામ્યા છે. આપણે પણ ભિન્ન ભિન્ન