________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ કેટલાક પ્રસંગે વાસ્તવિક હકિક્ત નહિં બની રહેતાં આભાસરૂપે બની રહેવાની શકયતાના કારણે, ઈદ્રિય પ્રત્યક્ષતાના સિદ્ધાન્તથી પણ નિશ્ચયરૂપે સત્યને સાબિત કરી શકાય નહિં.
સર જેમ્સજીન્સનામે એક વૈજ્ઞાનિક લખે છે કે પરમાણુ વિભાજન જ વીસમી સદીને મહાન આવિષ્કાર નથી. પરંતુ “વસ્તુઓ જેવી આપણને દેખાય છે, તેવી નથી,” એ જ આ સદીને મહાન આવિષ્કાર છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચી શક્યા નથી.
એક સર્વમાન્ય અભિપ્રાય એ પણ છે કે આપણે જે કંઈ સમજીએ અથવા માની લઈએ એ બધું સતર્કસુતક યુક્ત દાખલા દલીલે સાથે સુસંગત હોવું જોઈએ. કેઈપણ બાબતને તર્ક દ્વારા સમર્થન મળતું ન હોય તે એ વાતને બેટી સમજીને ફેંકી દેવી જોઈએ.
આ જાતની માન્યતામાં એક અતિ મહત્ત્વની વાત ભૂલાઈ જાય છે. તે વાત એ છે કે, જેને તક માનવામાં આવે છે, તે શુદ્ધ અને સંપૂર્ણ છે ખરે? કેઈ કોઈ ઠેકાણે માણસ વિનાવિચાર્યું ધૂનથી અગર વાસનાથી પ્રેરાઈને કંઈક કામ કરી બેસે છે. પછી પોતે જે કર્યું તેને વ્યાજબી ઠેરાવવા તેના માટે દલીલે શેધી કાઢે છે. અહિં નિર્ણય અથવા કાર્ય પ્રથમ થાય છે, અને તકે પાછળથી આવે છે. જેમ ઘોડાની આગળ ગાડી રાખવાથી ગાડી ચાલતી નથી. તેવી જ રીતે નિર્ણય અથવા કાર્ય કર્યા પછી તે નિર્ણયને સત્યરૂપે જ પૂર