________________
સત્યની શોધ તે સંસ્કારોને જ આધીન છે. સંસ્કારને અનુરૂપ રીતે જ સત્યને નીરખવાનું કામ બુદ્ધિ કરતી હોવાથી વિપરીત સરકારના ગે સત્યને સમજવામાં બુદ્ધિથી નિષ્ફળતા પણ મળે. વળી વિજ્ઞાન તે દશ્યજગત સુધી જ સીમિત હવાથી વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાંત વિજ્ઞાનની દ્રષ્ટિમાં આવી શકતા નથી. માટે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગ હોવાથી સદાના માટે સર્વાગીપણે સત્યને બતાવી શકે જ નહિં.
દ્રશ્ય જગતમાં પણ પ્રત્યક્ષરૂપે સમજાતી અને દેખાતી સર્વ હકિક્તો પૈકી કેટલીક હકિક્તો ક્યારેક સત્યને બદલે કેઈ આભાસ ઉપર પણ બની રહે છે.
જેમકે રેલ્વે ટ્રેઈનમાં મુસાફરી કરનારને ચાલતી ગાડીએ બહાર નજર કરતાં તેને જમીન, ઝાડ, વગેરે બધું જ દોડતું દેખાય છે. ખરી રીતે એ બધું સ્થિર અને જ્યાંનું ત્યાં જ હોવા છતાં દોડતું એટલે ગતિશીલ દેખાય છે. વળી કઈ નાના સ્ટેશન ઉપર સમાંતરે ઉભી રહેલી બે ગાડીઓ પૈકીની પાછળની ગાડી જ્યારે ચાલવા માંડે છે, ત્યારે એકાએક આપણે બેઠા હોઈએ એ ગાડી ચાલવા માંડી હોવાનો આપણને ભાસ થાય છે. બીજી તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણી સામેનું બધું જ જેમનું તેમ ઉભું અને સ્થીર હોય તે આપણને દેખાય છે. તે વખતે આપણને ખાત્રી. થાય છે કે આપણે બેઠા છીએ તે ગાડી ચાલતી નથી પણ આપણું પાછળની બાજુવાળી ગાડી ચાલવા લાગી છે. આ રીતે