________________
(૪૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
सत्क्षेत्रप्रतिपादितः प्रियवचोबद्धालवालावलिनिर्दोषेण मनःप्रसादपयसा निष्पनसेकक्रियः। दातुस्तत्तदभीप्सितं किल फलन्कालेऽपि बालोऽप्यसौ, राजन्दानमहीरुहो विजयते कल्पद्रुमादीनपि ॥३॥
__ कल्हण कवि. હે રાજા ! દાનરૂપી વૃક્ષ સુપાત્રરૂપ સારા ક્ષેત્રમાં વાવ્યું હોય, તેને પ્રિય વચનરૂપી ક્યારાની પંક્તિ કરી હોય, અને મનની પ્રસન્નતારૂપી નિર્મળ જળવડે તેને પાણી પાવાની ક્રિયા કરેલી હોય, તે તે વૃક્ષ બાળક છતાં પણ એગ્ય સમયે દાતારને-વાવનારને–તે તે ઈચ્છિત ફળને આપનાર થાય છે. અને તે દાનવૃક્ષ કલ્પવૃક્ષાદિક સર્વને જીતી લે છે. ૩. विश्वोपकारि धनमल्पमपि प्रशस्यं,
किं नंदवत् फलममानपरिग्रहेण । प्रीत्यै यथा हिमरुचिर्न तथा हिमौषः, स्याद्वा यथाऽत्र जलदो जलधिस्तथा न ॥ ४ ॥
બળ, શો. ૪૦. થોડું પણ વિશ્વને ઉપકાર કરવાવાળું ધન પ્રશંસા કરવા ચોગ્ય છે. પરંતુ નંદ રાજાની પેઠે પ્રમાણુરહિત એવા પરિગ્રહે કરીને શું? અર્થાત કાંઈ નહિં. દ્રષ્ટાંત કહે છે કે, હિમરૂચી એટલે શીતલ કિરણવાળો ચંદ્રમા લેકને જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે, તે હિમને સમૂહ લેકને પ્રીતિ ઉત્પન્ન કરતો નથી, તેમજ મેઘ જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે તેવી ખારે સમુદ્ર પણ પ્રીતિ