________________
(૪૫૪) સુભાષિત-પદ્ય-રત્નાકર.
પ્રાણીઓનું જીવિત વીજળી જેવું છે, સંગે સ્વપ્ન જેવા છે, સનેહ સંધ્યાના રંગ જે છે, અને શરીર તૃણપર રહેલા જળના બિંદુ સમાન છે. અર્થાત્ સર્વ અનિત્ય છે. ૧૫.
सर्वे क्षयान्ता निचयाः, पतनान्ताः समुच्छ्रयाः। संयोगा विप्रयोगान्ता मरणान्तं हि जीवितम् ॥ १६ ॥ સર્વે પદાર્થના સમૂહ છેવટ (પરિણામે) નાશ પામનારા છે, જેઓ ઉચ્ચ સ્થાનને પામેલા હોય છે તેઓ છેવટ પડવાના જ છે, સર્વે સંગે પરિણામે વિયેગ પામનારા જ છે, અને લાંબું જીવિત હોય તે પણ છેવટ મરણ થવાનું જ છે. ૧૬. मरणं प्रकृतिः शरीरिणां, विकृतिर्जीवनमुच्यते बुधैः । क्षणमप्यवतिष्ठते श्वसन् , यदि जन्तुर्ननु लाभवानसौ ॥१७॥
कालीदास. મરણ એ પ્રાણુઓની પ્રકૃતિ (સ્વભાવ) છે, અને જીવવું તે વિકૃતિ (વિકાર) છે, એમ પંડિત કહે છે. જે પ્રાણ એક ક્ષણવાર પણ શ્વાસ લેતે રહેતા હોય (જીવતો હોય, તો તે તેને ખરેખર લાભ જ સમજવાનું છે. ૧૭.
को हि जानाति कस्याद्य, मृत्युकालो भविष्यति । युवैव धर्मशीलः स्यादनित्यं खलु जीवितम् ॥ १८॥
मत्स्यपुराण, अ० १७४, श्लो० १६. આજે કેને મરણસમય થશે તે કોઈ પણ જાણતું નથી..