________________
ચાર ગતિ.
ધન અને એશ્વર્યના અભિમાનવડે, પ્રમાદ અને મદથી મોહ પામેલા તમે આ દુર્લભ મનુષ્ય જન્મને પામીને ફોગટ હારી ન જાઓ ૧૫.
संप्राप्य मानुषत्वं, संसारासारतां च विज्ञाय । हे जीव ! किं प्रमादान चेष्टसे शान्तये सततम् ? ॥१६॥
આવા સૂત્ર, p. ૨૦૭, મો. ૨. હે જીવ! આ મનુષ્ય ભવ પામીને તથા સંસારની અસારતા જાણુને–જાયા છતાં–તું પ્રમાદને લીધે નિરંતર શાંતિને માટે-શમતા મેળવવા માટે કેમ પ્રયાસ કરતા નથી? ૧૬.
स्वर्णस्थाले क्षिपति स रजः पादशौचं विधत्ते, पीयूषेण प्रवरकरिणं वाहयत्यैन्धभारम् । चिन्तारत्नं विकिरति कराद्वायसोडायनार्थ, यो दुष्प्रापं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः ॥ १७ ॥
fસંદૂર, શો. જે માણસ પ્રમાદી થઈને આ દુખે કરીને પામી શકાય તેવા મનુષ્ય જન્મને પામીને તેને ફેગટ ગુમાવે છે, તે માગુસ સુવર્ણની થાળીમાં ધૂળ-કચરો–ભરે છે, અમૃતરસવડે પગ ધુએ છે, મોટા હાથી પાસે ઈધણના ભારને વહન કરાવે છે, અને કાગડાને ઉડાડવા માટે હાથમાંથી ચિંતામણિ રત્નને ફેંકી દે છે. ૧૭.
दुष्प्रापं प्राप्य मानुष्यं, कार्य तत् किश्चिदुत्तमैः। मुहूर्तमेकमप्यस्य, याति नैव यथा पृथा ।। १८ ॥
विवेकविलास, उल्लास ७, मो० १.