________________
( ૭૩૮ )
સુભાષિત-પદ-રત્નાકર.
આધિ-મનની પીડા, વ્યાધિ-શરીરની પીડા, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી સેંકડે જવાળાએ કરીને સહિત આ સંસાર સર્વ પ્રાણીઓને ધગધગતા અંગારા જેવો છે. ૧૬.
यच्चेह स्यात्सुखं किश्चिद्विषयाधुपभोगजम् ।
दुःखानुषङ्गात् तदपि, दुःख एव निमजति ॥ १७ ॥ કાચના (માવાય), . ૨૦૪. (વાત્મ. સ.)
આ જગતમાં વિષયાદિકના ઉપગથી ઉત્પન્ન થતું જે કાંઈ પણ સુખ માલમ પડે છે, તે પણ દુઃખના સંબંધને લીધે દુઃખમાં જ ડુબેલું છે. ૧૭.
जन्मरोगजराशोकमृत्युदौःस्थ्याधुपद्रवैः ।
व्याकुलेऽत्र भवे दुःखमेव प्रायो भवेद्विशाम् ॥१८॥ उत्तराध्ययनसूत्रटीका (भावविजय), पृ० २०४. (आत्मा.स.)*
આ સંસાર જન્મ, રાગ, વૃદ્ધાવસ્થા, શોક મૃત્યુ અને દરિદ્રતા વિગેરે ઉપદ્રવથી વ્યાપ્ત છે, તેથી સંસારમાં પ્રાય કરીને પ્રાણીઓને દુઃખ જ છે. ૧૮.
यत एव च संसारो दुःखानामेकमास्पदम् ।
प्रपद्यन्ते मोक्षमार्गमत एव विवेकिनः ॥ १९ ॥ ઉત્તરાધ્યાનસુરી (માવિય), g૦ ૨૦૪. મા. .
કારણ કે આ સંસાર દુઃખનું અદ્વિતીય સ્થાન છે, તેથી કરીને જ વિવેકી જનો મોક્ષમાર્ગને અંગીકાર કરે છે. ૧૯