Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 481
________________ ( ૮૧૪) સુભાષિત–પલ-રત્નાકર. એકલું જ્ઞાન મુક્તિને માટે નથી, તેમજ એકલી ક્રિયા પણ મુક્તિને માટે નથી. પરંતુ તે બન્નેને સમ્યક પ્રકારે સંગ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ મુનિઓ કહે છે. ૪૪. મોક્ષઃ સ્વયં સાધ્ય–– नैतद्भूतं भवति वा, भविष्यति न जातुचित् । यदर्हन्तोऽन्यसाहाय्यादर्जयन्ति हि केवलम् ॥ ४५ ॥ केवलं केवलज्ञानं, प्राप्नुवन्ति स्ववीर्यतः । खवीर्येणैव गच्छन्ति, जिनेन्द्राः परमं पदम् ॥ ४६ ॥ મહાવીરવિ, સ , . ૩૦, રૂ. 'અરિહંતે બીજા (ઈદ્રાદિક)ની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું કદાપિ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. પરંતુ જિતેંદ્રો માત્ર પોતાના જ વીર્યથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાના જ વીર્યથી મોક્ષ સ્થાનમાં જાય છે. ૪૫, ૪૬. જીવની મેક્ષ તરફ ઊર્ધ્વ ગતિ – ऊर्ध्व यथाऽलाबुफलं समेति, लेपेऽपयाते सलिलाशयस्थम् । ऊवंतथागच्छति सर्वकर्मलेपप्रणाशात् परिशुद्ध आत्मा।॥४७॥ શષ્યમિતરવાજો, કારણ ૮, રહે૨૪. જેવી રીતે પાણીમાં રહેલું તુંબડું (ઉપરને માટીને) લેપ દૂર થતાંની સાથે ઉપર આવી જાય છે તેવી જ રીતે બધા કર્મરૂપી મેલનો નાશ થવાથી શુદ્ધ થયેલો આત્મા ઉચે જાય છે. ૪૭.

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484