________________
( ૭૩૬ )
સુભાષિત-પ-રત્નાકર.
જેમ સ્વપ્નમાં આ પુરૂષ અમુક ઠેકાણે જાય છે, કેઈને કાંઈ આપે છે, કઈ પાસેથી કાંઈ ગ્રહણ કરે છે, કાંઈ કાર્ય કરે છે, તથા કેઈની સાથે વાતચીત કરે છે. પરંતુ નિદ્રાને નાશ થાય ત્યારે તેમાંનું કાંઈ પણ સત્ય નથી, તે જ પ્રમાણે વિચાર કરીએ તો આ સર્વ સંસારનું સ્વરૂપ પણ તેવું જ છે ખોટું છે. ૧ર. સંસારમેહમદિરા –
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालोऽपि न ज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥१३॥
હમેશાં સૂર્યના જવા આવવાવડે જીવિત–આયુષ્યએ થતું જાય છે, ઘણા કાર્યના સમૂહવડે મોટા મોટા વ્યાપારેવડે કાળ જતો રહે છે તેની ખબર પણ પડતી નથી, તથા નિર. તર પ્રાણીઓના જન્મ, જરા, વ્યાધિ અને મરણ થતા જોઈને ત્રાસ પણ ઉત્પન્ન થતો નથી. તે અહો ! આ આખું જગત (સર્વ જીવ) મેહમય પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને ઉન્માદ પામેલું જ છે. ૧૩. સંસારઃ જન્મ-મરણ -- यावजननं तावन्मरणं, तावअननीजठरे शयनम् । इति संसारे स्फुटतरदोषः, कथमिह मानव ! तव सन्तोषः॥१४॥
મોદકુકર ( રાજા ), ૦ ૨૪.