________________
પુણ્ય.
(૭૫)
જેમ બીજા સૂર્યાદિકના તેજ વિના ચક્ષુને નિર્ણય પણ ન્યાય રહિત-અસત્ય છે, બીજા તેજની સહાયથી જ ચક્ષુ પદાઈને નિર્ણય કરી શકે છે, તે જ પ્રમાણે પુણ્ય વિનાનું પરાક્રમ પણ પક્ષીની ચાલ જેવું-નિષ્ફળ છે–પુણ્ય હેય તે જ પરાક્રમ પણ સફળ થાય છે. ૬. सकलापि कला कलावतां, विकला पुण्यकलां विना खलु । सफले नयने वृथा यथा, तनुभाजां हि कनीनिकां विना ॥७॥
કળાવાન પુરૂષની સમગ્ર કળા પણ પુણ્યરૂપી કળાથી જે રહિત હાય તે કળાહીન છે, જેમકે પ્રાણીઓનાં વિકસ્વર નેત્રો પણ જે કીકી વિનાનાં હોય તે તે વૃથા-નિષ્ફળ-છે. ૭
પુણ્ય વગર અપ્રાપ્ય मानुष्यं वरवंशजन्म विभवो दीर्घायुरारोग्यता,
सन्मित्रं च सुतः शुचिः प्रियतमा भक्तिश्च तीर्थकरे । विद्वत्वं सुजनत्वमिन्द्रियजयः सत्पात्रदाने रतिः, सत्पुण्येन विना त्रयोदश गुणाः संसारिणां दुर्लभाः ॥८॥
મનુષ્ય ભવ ૧, ઉચ્ચ કુળમાં જન્મ ૨, વૈભવ ૩, દીર્થ આયુષ્ય ૪, નીરોગીપણું ૫, સારા મિત્ર ૬, પુત્ર ૭, પવિત્રસતી-ભાર્યા ૮, તીર્થકરને વિષે ભક્તિ ૯, વિદ્વત્તા ૧૦, સજજનતા ૧૧, ઇંદ્રિયને જય ૧૨ અને સત્પાત્રને વિષે દાન દેવાની પ્રીતિ ૧૩; આ તેર ગુણ સંસારી જીવને સારા પુય વિના દુર્લભ છે. ૮.