________________
( ૭૮૦ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા આધાર અને આધેયરૂપ પદાર્થના જે સબંધ તેને સમવાય સંબધ કહે છે. અને એ સમવાય સબંધ પદાર્થોના જ્ઞાનનું કારણ છે. ૩૧.
भवेदयुतसिद्धानामाधाराधेयवर्तिनाम् ।
सम्बन्धः समवायाख्य इहप्रत्ययहेतुकः ॥ ३२ ॥
વિવેવિહ્રાસ, કાસ ૮, જો૦ ૨૧૧.
આધાર અને આધેયમાં વર્તનારા ગુણુ અને ગુણી વિગેરે અયુતસિદ્ધોને જે પરસ્પર સંબંધ હાય છે તે સમવાય કહેવાય છે, તે સમવાયથી સમવેત વસ્તુનું જ્ઞાન થાય છે. ( અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા હાય તે). ૩ર.
તપસ્વીઓના ભેદઃ—
आधारभस्म कौपीनजटायज्ञोपवीतिनः । मन्त्राचारादिभेदेन, चतुर्धा स्युस्तपस्विनः ॥ ३३ ॥
વિવેવિહાસ, કામ ૮, लो० ૦ ૨૦૨.
આધાર–પાત્ર, ભસ્મ, કોપીન, જટા અને યજ્ઞાપવીતને– જનેાઈને-ધારણ કરનારા તેના તપસ્વીએ મંત્ર અને આચાર વિગેરેના ભેદથી ચાર પ્રકારના હાય છે. ૩૩.