________________
(૭
)
સુભાષિત-પ-રત્નાકર.
જે પાપ કર્મ કરનાર હોય તે અપવિત્ર છે, અને જે શુદ્ધ કર્મ કરનાર હોય તે પવિત્ર છે. તેથી પવિત્રતા એ કર્મના સ્વરૂપવાળી છે, તે સિવાયની જળાદિથી થતી પવિત્રતા નિરથક- નિષ્ફળ–છે. ૯. नोदकक्लिनगात्रोऽपि, स्नात इत्यभिधीयते । स स्नातो योदमस्नातः, स बाह्याभ्यन्तरःशुचिः ॥१०॥
માવત, અજંપ , ૪૦ ૩૦, મો રે. પાણીથી શરીરને ભીંજવવું તેથી કાંઈ સ્નાન કર્યું એમ કહેવાતું નથી. પરંતુ જેણે ઇનિા દમનરૂપી સ્નાન કર્યું હોય તે જ સ્નાન કરેલે કહેવાય છે, અને તે જ બહારથી અને અંદરથી પવિત્ર છે. ૧૦.
जायन्ते च नियन्ते च, जलेष्वेव जलौकसः । न च गच्छन्ति ते स्वर्गमविशुद्धमनोमलाः ॥ ११ ॥
રપુરા, રીવર, ૦ ૬, ૦ ૨૧. જળ જંતુઓ-માછલાં વિગેરે-જળને વિષે જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે પણ તેમના મનને મળ શુદ્ધ ન થવાથી તેઓ સ્વર્ગે જતાં નથી. ૧૧. ભાવૌચ વગર નકામું –
शौचमाध्यात्मिकं त्यत्वा, भावशुद्धधात्मकं शुभम् । जलादिशौचं यत्रेदं, मूविस्मापनं हि तत् ॥ १२ ॥
उमास्वाति पाचक.