________________
ભાવ શૌચ.
( ૭૬૩) જેવી રીતે ક્ષમાદિકને વિષે સ્નાન કરનારે પુરૂષ પાપથી મુકાય છે, તેવી રીતે પુષ્કરમાં, ગયામાં અને કુરજાંગલમાં સ્નાન કરવાથી પાપમુક્ત થતો નથી. ૬.
परदारपरद्रव्यपरद्रोहपराङ्मुखः गङ्गा, ब्रूते कदाऽऽगत्य, मामयं पावयिष्यति ॥७॥
પુનાઇ, રીe, ૫૦ ૬, ઋો૧૧. ગંગા નદી કહે છે કે-પરસ્ત્રી, પરધન અને પરના શ્રેષથી પરાક્ષુખ (રહિત) એવો પવિત્ર મનુષ્ય કયારે આવીને મને પવિત્ર કરશે ? (અર્થાત્ હું સર્વ જીવોને પવિત્ર કરું છું, પરંતુ આ પુરૂષ ઉલટો મને પવિત્ર કરે છે.) ૭.
चित्तं शमादिभिः शुद्धं, वदनं सत्यभाषणैः । ब्रह्मचर्यादिभिः कायः, शुद्धो गङ्गां विनाऽप्यसौ ॥ ८ ॥
પુરાણ, રવ, બટ ૬, ૦ ૮૧. શમાદિકવડે ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય વચનવડે મુખ શુદ્ધ થાય છે, અને ગંગામાં સ્નાન કર્યા વિના પણ બ્રહાયાદિકવડે કાયા શુદ્ધ થાય છે. ૮. ભાવશૌચ એ જ સાચું શોચ:–
अशुचिः पापकर्मा यः, शुद्धकर्मा शुचिर्मवेत् । तस्मात्कर्मात्मकं शौचमन्यच्छौचं निरर्थकम् ॥ ९॥
લાભપુરાણ, શ૦ ૨૭, મો. ૬રૂ.