________________
( ૭૪૬) સુભાષિત-પ-રનાકર
જ્યાં પુણ્ય ત્યાં બધું – तावचन्द्रवलं ततो ग्रहबलं ताराबलं भूवलं,
तावसिध्यति वाञ्छितार्थमखिलं तावजनः सजनः । विद्यामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं नृणां विजयते पुण्यक्षये क्षीयते ॥९॥
જ્યાં સુધી મનુષ્યોને આ પુણ્ય વિજયવંત વતે છે-જાગતું છે, ત્યાં સુધી જ ચંદ્રનું બળ, ગ્રહનું બળ, તારાનું બળ અને ભૂમિનું બળ છે, ત્યાં સુધી જ સમગ્ર ઈચ્છિત અર્થની સિદ્ધિ થાય છે, ત્યાં સુધી જ માણસ સજજન રહી શકે છે, ત્યાં સુધી જ વિદ્યા, મંડલ, મંત્ર અને તંત્રને પ્રભાવ છે અને ત્યાં સુધી જ કરેલો પુરૂષાર્થ સફળ થાય છે. પરંતુ જ્યારે પુણ્યને ક્ષય થાય છે, ત્યારે તે સર્વ ક્ષય પામે છે. ૯.
પુણ્યનું ફળ –
जैनो धर्मः कुले जन्म, शुभ्रा कीर्तिः शुभा मतिः । गुणे रागः श्रियां त्यागः, पूर्वपुण्यैरवाप्यते ॥१०॥
સૂ ત્રાવ, પૃ. ૪૬, પો. ૪૧૨. (માત્મા. ૩)
જૈનધર્મની પ્રાપ્તિ, ઉત્તમ કુળમાં જન્મ, ઉજ્વળ કીર્તિ, સારી બુદ્ધિ, ગુણને વિષે પ્રીતિ અને લક્ષ્મીને ત્યાગ-સદવ્યય (દાન); આટલા પદાર્થો પ્રાણને પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ૧૦.