________________
( ૭૪૪). સુભાષિત-પ-રત્નાકર.
પુણ્ય જ સંસારના મર્મને વિદારનાર–નાશ કરનાર–છે, પુણ્ય જ મોક્ષસુખનું કારણ છે, પુણ્ય જ વિપત્તિને શમાવનાર છે, અને પુણ્ય જ જગતનું એક અદ્વિતીય શાસન છે. ૩ પુણ્યનાં કારણે –
दाने शक्तिः श्रुते भक्तिर्गुरूपास्तिर्गुणे रतिः । दमे मतिर्दयावृत्तिः, षडमी सुकृताहुराः ॥४॥ - સૂરત્નાવછી, ૪૦ ૪૬, ગો ક૬૦. (ગામ. સ.)
દાનને વિષે શક્તિ એટલે શક્તિ પ્રમાણે દાન દેવું, શાસ્ત્ર શ્રવણને વિષે ભક્તિ, ગુરૂની સેવા, ગુણને વિષે પ્રીતિ, દમને વિષે બુદ્ધિ અને દયાને વિષે વૃત્તિ, આ છ પુણ્યના અંકુરા છે. ૪. પુણ્ય વગર નકામું –
सुखमास्से सुखं शेषे, मुझे पिबसि खेलसि । न जाने त्वग्रतः पुण्यैर्विना ते कि भविष्यति ॥५॥
__ अध्यात्मकल्पद्रुम, अधिकार १०, श्लो० २४. સુખે બેસે છે, સુખે સુવે છે, સુખે ખાય છે, સુખે પીએ છે અને સુખે ખેલે છે, પણ અગાડી પૂણ્ય વગર તારા શા હાલ થશે તે હું જાણતા નથી. ૫.
विना तेजोऽन्तरं चक्षुनिर्णयोऽपि हि निर्नयः। यथा तथा विना पुण्यं, विक्रमोऽपि हि विक्रमः ॥ ६ ॥
करुणावआयुधनाटक, लो० २०.