________________
સંસાર.
(
૧ )
બુદ્ધિમાન પુરૂષે જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખવડે, વ્યાધિવડે અને માનસિક દુઃખાવડે નિરંતર પીડાતા લકને જોઈને જ મોક્ષને માટે તૈયાર થવું જોઈએ. ૨૫. सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति
दुःखस्य नाशाय सुखस्य हेतोः। तथाऽपि दुःखं न विनाशमेति,
__ सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥२६॥ સર્વ કઈ મનુષ્ય દુખના નાશને માટે અને સુખને મેળવવા માટે નિરંતર સર્વ ઠેકાણે પ્રવૃત્તિ કરે છે. તે પણ તેનું દુઃખ નાશ પામતું નથી અને કોઈને સુખ સ્થિર થઈને રહ્યું નથી. (સુખને પ્રાપ્ત કરવા અને દુખને દૂર કરવા મનુષ્ય સમર્થ નથી, પણ તેના કર્મ જ સમર્થ છે.) ૨૬.
સંસારીરૂનું આચરણ –
यथा मृगा मृत्युभयेन भीता उद्धृत्य कौँ न करन्ति निद्राम् । एवं बुधा ज्ञानसमन्विता हि, संसारमीता न करन्ति पापम् ॥२७॥
ધર્મદ્રુમ, g૦ રૂ૪, ગો. ૧૨. (. સ.) જેમ મૃત્યુના (પારધિના) ભયથી ભય પામેલા મૃગો ઉંચા કાન રાખીને નિદ્રા કરતા નથી-કાન ઉંચા રાખી સાવચેત રહે છે અને નિદ્રા લેતા નથી, તેમ સંસારથી ભય પામેલા ડાહ્યા પુરૂષ જ્ઞાનમાં લીન થાય છે અને કોઈ પણ પાવકાર્ય કરતા નથી. ૨૭.