________________
તિ.
( ૭૨૯ )
રૂપ વડવાનળ રહેલા છે, જેને કિનારે જન્મ મરણુરૂપ મેાટા મત્સ્યાના સમૂહો રહેલા છે, તથા જેમાં તૃષ્ણારૂપી પાતાલ કળશેા રહેલા છે; આવેા સંસારસમુદ્ર જેણે કરીને શીઘ્ર તરી જવાય છે, તે જ્ઞાનાદિક સ્વભાવવાળુ ભાવતી દેવેદ્રપૂજિત તીર્થંકરાએ કહેલુ છે. પ.
ज्ञानं तीर्थं धृतिस्तीर्थ, दानं तीर्थमुदाहृतम् । तीर्थानामपि यत्तीर्थ, विशुद्धिर्मनसः परा ॥ ६ ॥ ત્રહ્માન્ડપુરાળ, ૧૦ ૨૧, જો ૨૭.
જ્ઞાન તીર્થ છે, ધૈર્ય તીર્થ છે, દાનને તીર્થ કહેલ છે, તથા મનની જે અત્યંત શુદ્ધિ તે સર્વ તીર્થાને વિષે ઉત્તમ તીર્થ કહ્યું છે. ૬.
सत्यं तीर्थं तपस्तीर्थं तीर्थमिन्द्रियनिग्रहः ।
सर्वभूतदया तीर्थमेतत् तीर्थस्य लक्षणम् ॥ ७ ॥ મહામાત, રાન્તિવયે, ૪૦ ૨૮,
श्रो० ७७.
સત્ય તી છે, તપ પણ તીર્થ છે, ઇંદ્રિયાનેા નિગ્રહ પણ તીર્થ છે, અને સર્વ પ્રાણીએપરની દયા પણ તીર્થ છે, આ તીર્થનુ લક્ષણ છે. ૭.
दानं तीर्थ दमस्तीर्थ, संतोषस्तीर्थमुच्यते । ब्रह्मचर्य परं तीर्थमहिंसा तीर्थमुच्यते ॥ ८ ॥
વાનરન્દ્રિા, જો૦ ૮૦.
દાન આપવું તે તીર્થ છે, દમ પણ તીર્થ છે, સતાષ પણ તીર્થ કહેવાય છે, બ્રહ્મચર્ય' માટું તીર્થ છે, અને અહિંસા પણ માટું તીર્થ કહેલુ' છે. ૮.