________________
સંસાર.
( ૭૩૩).
કાંટાઓનું તીણપણું કેણ કરે છે? તથા પશુ પક્ષીઓનું વિચિત્રપણું કેણ કરે છે? કોઈ કરતું નથી. પરંતુ આ સર્વ જગત સ્વભાવથી જ પ્રવર્તેલું છે. તેમાં કેઈની ઈચ્છા કામ લાગતી નથી. તે પછી પ્રયત્ન શા માટે કરે? ૫. बालस्तावत् क्रीडाऽऽसक्तः तरुणस्तावत् तरुणीरक्तः । वृद्धस्तावचिन्तामग्नः, परमे ब्रह्मणि कोऽपि न लग्नः ॥६॥
મોકુર (રાજા). મનુષ્ય બાળક હોય ત્યારે ક્રીડા કરવામાં આસક્ત હોય છે, જુવાન થાય ત્યારે સ્ત્રીને વિષે રાગી થાય છે, તથા વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં મગ્ન થાય છે. પરંતુ કોઈ પણ પરબ્રહ્મને વિષે એટલે મોક્ષ મેળવવા માટે તત્પર થતું નથી. ૬. बालो यौवनसंपदा परिगतः क्षिप्रं क्षितौ लक्ष्यते, वृद्धत्वेन युवा जरापरिणतो व्यक्तं समालोक्यते । सोऽपि क्वापि गतः कृतान्तवशतो न ज्ञायते सर्वथा, पश्यैतद्यदि कौतुकं किमपरैस्तैरिन्द्रजालैः सखे ॥७॥
વૈરાશ્ચરાત (જાનંદ), ૦ ૨૩.
આ સંસારમાં જે પ્રથમ બાળક હતું તે તત્કાળ યુવાવસ્થાની સંપત્તિવડે યુક્ત થયેલું જોવામાં આવે છે, અને જુવાન માણસ જરાવડે યુક્ત થઈ વૃદ્ધપણુએ સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, તથા તે વૃદ્ધ પણ યમરાજના વશથી કેઈ ઠેકાણે ચાલ્યો ગયે તે સર્વથા દેખાતે જ નથી. તે છે મિત્ર! તારા